*ખૂબજ સુંદર વિચારો…..વીતી જશે આ સમય પણ. બસ ધીરજ રાખો સાહેબ,

*ખૂબજ સુંદર વિચારો*

🌹🌹

વીતી જશે આ સમય પણ. બસ ધીરજ રાખો સાહેબ,

સુખ ના ટકી શક્યું તો, દુઃખની શુ ઔકાત છે?

🌹🌹

ગમી જઈએ છીએ આપણે ઘણાને

એ પણ ગમતું નથી ઘણાને….

🌹🌹

દીવાનું પોતાનું કોઈ ઘર નથી હોતું..

જયાં મૂકો ત્યાં અજવાળું કરે છે..!

🌹🌹

જિંદગી ત્યારે સફળ ગણાય

જયારે તમારો પરિચય તમારે ના આપવો પડે…!

🌹🌹

ઉંમર સાથે કંઈ લેવા-દેવા નથી

એકબીજાના વિચારો મળે ત્યાં જ દોસ્તી થાય છે…

🌹🌹

હીરા પારખું કરતાં…

પીડા પારખુંનું સ્થાન ઊંચું છે.

🌹🌹

ઓવરટેક કરવામાં થોડું ધ્યાન રાખજો સાહેબ,

સૌથી આગળ ક્યાંક એકલું ના થઈ જવાય !!

🌹🌹

હક વગરનું લેવાનું મન થાય છે, ત્યારે મહાભારતનું સર્જન થાય છે……

પરંતુ હકનું હોય છતાં પણ છોડી દેવામાં આવે છે ત્યારે રામાયણનું સર્જન થાય છે !!!

🌹🌹

નાટકમાં સૌથી અઘરું પાત્ર મૂર્ખનું હોય છે…. અને

તે ભજવનાર બહુ જ હોંશિયાર હોય છે !!

🌹🌹

શબ્દો તો હંમેશા સંવેદનાથી છલોછલ હોય છે.

તેમને છંછેડવા, છેતરવા, છાવરવા, છુપાવવા કે છલકાવવા

એ નક્કી આપણે કરવાનું !

🌹🌹

આપણે માફ તો વારંવાર કરી દઈએ છીએ,

પણ ભરોસો તો એક જ વાર કરીએ છીએ !!

🌹🌹

કેમ કરીને રહી શકાય ફુટપટીમાં? ઇચ્છાઓ તો હંમેશા માપ બહારની હોય છે !!!!

🌹🌹

દુનિયામાં જો કોઈ સમયસર આવતું હોય તો તે ખુદ સમય છે,

પછી તે સારો હોય કે ખરાબ !!!!

🌹🌹

‘ખોવાઈ’ ગયેલી વ્યકિત મળી શકે, પણ

‘બદલાઈ’ ગયેલી વ્યકિત ક્યારેય મળતી નથી.

🌹🌹

‘અભિમાન’ અને ‘પેટ’ જ્યારે વધે છે

ત્યારે ‘વ્યકિત’ની ઇચ્છા હોવા છતાં પણ બીજાને ભેટી નથી શકતો !!!!

🌹🌹

જબરી ચીજ બનાવી છે ધન,

મોટા ભાગનાનું ભેગું કરવામાં જ નિધન થઈ જાય છે..

🌹🌹

એકલા ચાલવું આમ તો અઘરું નથી,

પણ કોઈની સાથે ચાલ્યા પછી એકલા પાછા ફરવું એ ખૂબ જ અઘરું છે !!

 

🪀 *ઉપયોગી માહિતી માટે અમારા ગ્રુપમાં જોડાવવા માટે ⤵️*

https://chat.whatsapp.com/L66900Gl90h5wOsmLnse1R

 

 

 

#વાઈરલ વાર્તા #સ્ટોરી