*ભારતીય સેનાના ગોલ્ડન કટાર ડિવિઝન દ્વારા ઉદ્યોગસાહસિકતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો*
અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ કેન્ટોન્મેન્ટ ખાતે 27 સપ્ટેમ્બર 2023ના રોજ ગોલ્ડન કટાર ડિવિઝનના નેતૃત્વ હેઠળ અમદાવાદની માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (MSME) ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યુટના સંકલનમાં ઉદ્યોગસાહસિકતા પર એક જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ ખાસ કરીને સૈનિકોની પત્નીઓ MSME સંબંધિત વિવિધ સરકારી પહેલો વિશે જાણીને તેમના સમાવેશી અને સ્થિતિસ્થાપક વિકાસ માટે અનુકૂળ સ્થિતિનું નિર્માણ કરવા માટે સશક્ત બને તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. કુલ 250 સૈનિકોની પત્નીઓએ આ કાર્યક્રમમાં પ્રત્યક્ષરૂપે હાજરી આપી હતી અને તેને અન્ય સ્ટેશનો પર તેનું લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવ્યું હતું.
અહીં સંવાદાત્મક સત્ર યોજવામાં આવ્યું હોવાથી, વિવિધ ઉભરતી અને રસ ધરાવતી મહિલા ઉદ્યોગસાહસિકોને વિવિધ પ્રક્રિયાઓ અને કાર્યવિધિઓ વિશે તેમના મનમાં રહેલા પ્રશ્નો અંગે સ્પષ્ટતા મેળવવા માટે એક અનન્ય તક પૂરી પાડવામાં આવી હતી.
જાગૃતિના પ્રયાસો ઉપરાંત, વિવિધ સફળ મહિલા ઉદ્યોગસાહસિકોએ અહીં ઉપસ્થિતોને ઉદ્યમ નોંધણી દ્વારા તેમના સશક્તિકરણની આ સફર તરફ પ્રથમ પગલું ભરવા માટે તેમને પ્રેરણા આપી હતી.