*કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહનો દાવો, ભાજપના પાંચ ધારાસભ્યો અમારા સંપર્કમાં*

ગુજરાતમાં હાલ રાજ્યસભાની ચૂંટણીને લઈને ઘમાસાણ ચાલી રહ્યું છે. કોંગ્રેસના એક પછી એક ધારસભ્યો રાજીનામાં આપી રહ્યા છે. કોંગ્રેસના પાંચ ધારાસભ્યો રાજીનામાં આપી ચુક્યા છે અને વધુ એક કપરાડાના ધારાસભ્ય સંપર્ક વિહોણા થતા કોંગ્રેસ ભીંસમાં મુકાણી છે. તો બીજી તરફ જીએસટીવી સાથેની વાતચીતમાં કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહે દાવો કર્યો છે કે ભાજપના પાંચ ધારાસભ્યો કોંગ્રેસના સંપર્કમાં છે. સુરતના પાંચ ધારાસભ્યો કોંગ્રેસના સંપર્કમાં છે. કેટલાક ધારાસભ્યો રાજસ્થાન પહોંચી ગયા છે.