રાજપીપળા નગરપાલિકા વોર્ડ નંબર 2 ભરત વસાવાનો અજેય ગઢ ગણાય છે.પરિવારવાદ જ અહીં વર્ષો થી ચાલે છે.
30વર્ષ થી ભરત વસાવા અને તેમના પરિવારના સભ્યો જ સતત જીતતા આવ્યા છે.તેમની સામે ઉભા રહેનાર તમામ હાર્યા છે!
આજદિન સુધી તેમનો કોઈ ઉમેદવાર હાર્યો નથી.
ભરત વસાવા સતત 6 ટર્મથી ચુટાતા આવ્યા છે .આ વખતે સાતમી વાર ચૂંટણી લડી રહ્યા છે.
ભરત વસાવા સૌથી વધુ ચાર વાર પ્રમુખ બની ચૂક્યા છે.
આ વોર્ડ એક તરફી અને ભરતભાઈનો ગઢ ગણાય છે.આ વખતે ભરત ભાઈ ના પરિવાર ના આઠ સદસ્યો પુત્રી, પત્ની, ભાઈના છોકરા છોકરી ને મેદાન મા ઉતાર્યા.
કોઈ પણ પક્ષને બહુમતીના મળે ત્યારે ભરત વસાવા જૂથ કિંગ મેકર બની જાય છે.
ભરત વસાવા ને હરાવવા આ વખતે ભાજપે ચાર ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા.
વોર્ડ 2 માં 12 ઉમેદવારો મેદાનમાં.
રાજપીપળા, તા. 19
રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીમાં ચાર વખત સૌથી વધુ વાર પ્રમુખ બની ચૂકેલા પૂર્વ પ્રમુખ ભરતભાઇ માધુભાઈ વસાવા સતત 6 ટર્મથી છેલ્લા 30 વર્ષથી ચૂટાતા આવ્યા છે. અને સાતમી વાર ચૂંટણી લડી રહ્યા છે.એમનો વોર્ડ નંબર 2છે. આ આજ દિન સુધી ભરત વસાવાના પરિવારના સદસ્ય સિવાય કોઈપણ ઉમેદવાર આ વોર્ડમાં જીતી શકયુ નથી.આ વોર્ડ એક તરફી અને ભરતભાઈનો ગઢ ગણાય છે.આ વોર્ડ મા ભરતભાઈ પોતે, પત્ની ભાઈ,ભાઈના છોકરા છોકરી અને તેમનો પરિવાર એક ધારો ચૂંટણી લડતા આવ્યા છે.અને સતત જીતતો આવ્યા છે. ભરતભાઈ મોટે ભાગે અપક્ષ અને ક્યારેક કોંગ્રેસમાથી ચૂંટણી લડીને જીતતા આવ્યા છે.આ વોર્ડ માથી ચૂંટણી લડવાની કોઈ હિંમત કરતું નથી કારણ કે હારનો સામનો કરવાનો સતત ડર રહે છે. જોકે ભાજપા ઉમેદવારો ઊભા રાખે છે.પણ એક ઉમેદવાર સિવાય આજદિન સુધી ભાજપાનો એક પણ ઉમેદવાર જીતી શક્યો નથી ! ભરત વસાવા આ વખતે સાતમી વાર તેમના પરિવાર સાથે આઠ સભ્યોને ચૂંટણી મેદાનમા ઊતારી દીધા છે. અને 100%પરિવાર વાદ ચલાવી રહ્યા છે. એમના તમામ ઉમેદવારો જીતવાનો દાવો કરી રહ્યા છે. ભરત વસાવાએક માત્ર એવા કોર્પોરેટર છે જેઓ સૌથી વધારે ચાર વખત રાજપીપળા નગર પાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે. તેમની પત્ની અને તેમના ભાઈ પણ પ્રમુખ રહી ચૂક્યા છે.
આ વખતે ભરતવસાવા પોતાનો વોર્ડ નંબર બે છોડીને વોર્ડ નંબર ત્રણમાંથી અપક્ષ ઉમેદવારી કરી રહ્યા છે. જ્યારે તેમના પરિવારજનો વોર્ડ નંબર બે માંથી , વોર્ડ ૭ માંથી ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે ભરતભાઈ ની પુત્રી રીચાબેન ભરતભાઈ વસાવા વોર્ડ 2 માથી કોંગ્રેસમાથી કરી લડી રહ્યા છે.તેમની પત્નીજે પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છેતે ભારતીબેન ભરતભાઈ વસાવા વોર્ડ સાતમાંથી કોંગ્રેસ પક્ષમાંથી ઉમેદવારી કરી રહ્યા છે .ત્યારે એ જ વોર્ડ 2માંથી તેમના ભાઈનો છોકરો સુનિલભાઈ ભંગાભાઈ વસાવાકોંગ્રેસ માથી લડી રહ્યા છે.જ્યારે તેમનાભાઈ ની છોકરી શિતલબેન હસમુખભાઈ વસાવાવોર્ડ 4 માથી અપક્ષ ઉમેદવારી કરી રહ્યા છે. જ્યારે ભરતભાઈના ભાઈ સુરેશભાઈ માધુભાઈ વસાવા કોંગ્રેસ પક્ષમાંથી વોર્ડ 2 માથી ઉમેદવારી કરી રહ્યા છે. ઉપરાંત એમના જ પરિવારના સદસ્ય અને પૂર્વ પ્રમુખ રહી ચુકેલા સ્વ.ચંપક વસાવાનો દીકરો મોહિત કુમાર ચંપકભાઈ વસાવા પણ વોર્ડ બે માંથી અપક્ષ ઉમેદવારી કરી રહ્યા છે. જ્યારે એમના અન્ય સમર્થક વોર્ડ બેમાંથી ઉષાબેન જગદીશ કુમાર કહાર ને કોંગ્રેસ માથી લડાવી રહ્યા છે આમ ભરતભાઈ વસાવાના પરિવાર આઠ સદસ્યો ચૂંટણી લડી રહ્યા છે.તેમણે દાવો કર્યો છે કે આ વખતની તમામ બેઠકો પર અમે જીતીશું. આમ સતત જીતતા આવેલાઅને આજ દિન સુધી ક્યારેય નહીં હારેલા ભરતભાઈ વસાવાના તમામ ઉમેદવારો આ વખતે પણ જીતશે કે કેમ તે હવે જોવું રહ્યું.જોકે એ હકીકત છે આજદિન સુધી વોર્ડ નંબર 2 માં કોંગ્રેસ સિવાય પક્ષના કોઇ ઉમેદવારો જીત્યા નથી.
એક ઉમેદવાર સિવાય ભાજપનોકોઈ પણ ઉમેદવાર ચૂંટણી જીતી શકયા નથી. આ વખતે વોર્ડ 2મા ભાજપે ચાર ઉમેદવારો ઊભા રાખ્યા છે હવે એ જોવું રહ્યું કે આ વખતે ભાજપનો ઉમેદવાર જીતે છે કે નહિ !
ચૂંટણી મા વિજયનું રહસ્ય નું કારણ જણાવતા જણાવે છે. મારા વોર્ડના ગરીબ લોકો છે.એમને અમે જરૂરિયાત વખતે મદદ કરીએ છીએ. લોકડાઉનમા અને લોકોની ખૂબ મદદ કરી છે. મારા વોર્ડનો સતત વિકાસ કર્યો છે. જેમા પાણીની ટાંકી, બોર, સીસી રોડ, બ્લોકના કામો, લાયબ્રેરી, મેઇન રોડ ની રેલિઁગ, ગટરો, સહિત અન્ય વિકાસ ના કામો ઘણા કર્યા છે એટલે મતદારો અમને ચુટે છે.
કોઈપણ પક્ષને બહુમતી ન મળે ત્યારે ભરત વસાવા જૂથ કિંગ મેકર બની જાય છે અને ગઠબંધન વખતે પોતાનું ધાર્યું કામ કરાવી શકે છે.
તસવીર: જ્યોતિ જગતાપ, રાજપીપળા