રાજપીપલા નગરપાલિકાની ૭ વોર્ડની ૨૮ બેઠકો માટે કુલ – ૧૧૫ ઉમેદવારો વચ્ચે
ચૂંટણી સ્પર્ધા યોજાશે : ૦૮ ફોર્મ પરત ખેંચાયા
————–
નર્મદા જિલ્લા પંચાયતની ૨૨ બેઠકો માટે કુલ-૭૯ ઉમેદવારો વચ્ચે
ચૂંટણી સ્પર્ધા યોજાશેઃ જિલ્લા પંચાયતની બેઠકોની કોઇ પણ ઉમેદવારી પરત ખેંચાઇ નથી
————–
નાંદોદ, ગરૂડેશ્વર, તિલકવાડા, દેડીયાપાડા અને સાગબારા સહિતની જિલ્લાની
પાંચ તાલુકા પંચાયતની ૯૦ બેઠકો માટે ૩૦૭ ઉમેદવારો વચ્ચે ચૂંટણી સ્પર્ધા યોજાશેઃ ૦૭ ફોર્મ પરત ખેંચાયા
—————
જિલ્લા પંચાયત / તાલુકા પંચાયત / નગરપાલિકાની કુલ ૧૪૦ બેઠકો માટે સમગ્ર શહેર-જિલ્લામાં કુલ-૫૦૧ ઉમેદવારો વચ્ચે ચૂંટણી સ્પર્ધા યોજાશે :
શહેર જિલ્લામાં કુલ- ૧૫ ફોર્મ પરત ખેચાયાં
—————
રાજપીપલા,તા 16
આગામી તા.૨૮ મી ફેબ્રુઆરી, ૨૦૨૧ ના રોજ નર્મદા જિલ્લામાં યોજાનારી જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને રાજપીપલા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૧ અન્વયે જાહેર થયેલાં કાર્યક્રમ મુજબ આજે તા.૧૬ મી ફેબ્રુઆરી, ૨૦૨૧ ના રોજ ઉમેદવારી પત્રો પરત ખેંચવાના અંતિમ દિને રાજપીપલા નગરપાલિકાના ૭ વોર્ડની કુલ-૨૮ બેઠકો માટે માન્ય થયેલાં ૧૨૩ ફોર્મ પૈકી ૦૮ ફોર્મ પરત ખેંચાતા હવે આ ૨૮ બેઠકો ઉપર કુલ- ૧૧૫ ઉમેદવારો વચ્ચે ચૂંટણી સ્પર્ધા થશે. તેવી જ રીતે નર્મદા જિલ્લા પંચાયતની કુલ-૨૨ બેઠકો માટે માન્ય થયેલાં ૭૯ ફોર્મ પૈકી આજે કોઇ પણ ઉમેદવારી પરત ખેંચાઇ નથી, જેથી આ ૨૨ બેઠકો ઉપર હવે કુલ-૭૯ ઉમેદવારો વચ્ચે ચૂંટણી સ્પર્ધા થશે. જ્યારે નાંદોદ,ગરૂડેશ્વર, તિલકવાડા, દેડીયાપાડા અને સાગબારા એમ પાંચેય તાલુકા પંચાયતોની કુલ-૯૦ બેઠકો માટે માન્ય થયેલા ૩૧૪ ફોર્મ પૈકી આજે ૦૭ ફોર્મ પરત ખેંચાતા હવે આ ૯૦ બેઠકો માટે કુલ- ૩૦૭ ઉમેદવારો વચ્ચે ચૂંટણી સ્પર્ધા થશે. આમ, નર્મદા જિલ્લામાં રાજપીપલા નગરપાલિકા, જિલ્લા પંચાયત અને પાંચેય તાલુકા પંચાયતો સહિત કુલ-૧૪૦ બેઠકો માટે માન્ય-૫૧૬ ફોર્મ પૈકી કુલ- ૧૫ ફોર્મ પરત ખેંચાતા હવે સમગ્ર શહેર – જિલ્લામાં કુલ- ૫૦૧ ઉમેદવારો વચ્ચે ચૂંટણી સ્પર્ધા યોજાશે.
રિપોર્ટ: જ્યોતિ જગતાપ,રાજપીપળા