*વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉઠાવી હાથમાં બંદૂક*

ડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં 5થી 9 ફેબ્રુઆરી સુધી ચાલનારા ડિફેન્સ એક્સપો 2020નું ઉદ્ધાટન કર્યું છે. દરમિયાન તેમણે અહીં અડધા કલાકનું ભાષણ આપ્યું અને ત્યાર બાદ પ્રદર્શનને પણ નીહાળ્યું હતું. દરમિયાન એક રસપ્રદ ક્ષણ સામે આવી, જ્યારે નરેન્દ્ર મોદીએ પોતાના હાથમાં બંદૂક ઉઠાવી લીધી અને નિશાન લગાવી સિમુલેટેડ ફાયર કરતા નજરે પડ્યા હતા.હથિયારોની દ્રષ્ટીએ આ એશિયાનું સૌથી મોટું બજાર છે. વૃંદાવન યોજનાના સેક્ટર-15માં 43 હજાર વર્ગમીટરમાં ફેલાયેલા આ ડિફેન્સ એક્સ્પોમાં દેશ વિદેશની દિગ્ગજ રક્ષા કંપનીઓ પોતાના અત્યાધુનિક હથિયારોનું અહીં પ્રદર્શન કરી રહી છે. મોદીએ અહીં હાજર એક રોબોટ સાથે પણ પોતાના હાથ મિલાવ્યા હતા