૧૪મી ફેબ્રુઆરીનો દિવસ યુવા સેના શહીદ દિન તરીકે ઊજવાશે.

પ્રેસનોટ …
૧૪મી ફેબ્રુઆરીનો દિવસ યુવા સેના શહીદ દિન તરીકે ઊજવાશે.

૧૪મી ફેબ્રુઆરીનો દિવસ યુવાનોને પ્રેરણા મળે અને સંસ્કૃતિનું જતન થાય તે રીતે ઉજવવાનું યુવા સેના ગુજરાત તથા અમદાવાદ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.

આ દિવસે લોકો પશ્ચિમી અનુકરણ કરીને વેલેન્ટાઈન દિન તરીકે ઉજવણી કરે છે પરંતુ યુવા સેના દ્વારા પુલવામાં શહીદ થયેલા જવાનોને અંજલી આપી ને ૧૪મી ફેબ્રુઆરીનો દિવસ ઉજવવામાં આવશે.

યુવાનોને સંસ્કૃતિનું જતન અને દેશપ્રેમનો ઉમળકો આવે તેવી પ્રેરણા મળે તે માટે યુવા સેના ગુજરાત ભરમાં તથા તમામ જિલ્લાઓમાં આ દિવસની અનોખી ઉજવણી કરશે.

અમદાવાદ ખાતે તારીખ 14 .2 .2021 ના રોજ સવારે 9:00 કલાકે સરદાર પટેલ ભવન (લેડીઝ હોસ્ટેલ) કર્મચારી વિભાગ-2 પાસે, પારસમણી રોડ ,રન્નાપાર્ક બસ સ્ટેન્ડ ની સામે ના ખાંચામાં,ઘાટલોડિયા અમદાવાદ ખાતે શહીદ દિનની ઉજવણી કરવામાં આવશે .
આ ઉજવણીમાં યુવા સેના ના સભ્યો પદાધિકારીઓ અને જાહેર જનતા હાજર રહેશે.

અમારો ઉપરોક્ત કાર્યક્રમ કવરેજ કરવા માટે આપના પ્રતિનિધિ ફોટોગ્રાફર ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રતિનિધિ ને મોકલવા વિનંતી.

તારીખ.૧૪.૨.૨૦૨૧
ટાઈમ. સવારે ૯ થી ૧૧
સ્થળ. સરદાર પટેલ ભવન
(લેડીઝ હોસ્ટેલ)
કર્મચારી વિભાગ-2 પાસે, પારસમણી રોડ, રન્નાપાર્ક બસ સ્ટેન્ડ ની સામે ના ખાંચામાં, ઘાટલોડીયા અમદાવાદ.૩૮૦૦૬૧.