ભાજપ શાસિત નગર પાલિકમાં ભ્રષ્ટાચાર મામલે ભડકો, 9 કોર્પોરેટરો જીતુ વાઘાણીને મોકલશે રાજીનામું

સુરત જિલ્લાની બારડોલી નગર પાલિકામાં ભાજપ શાસકોએ ભ્રષ્ટાચાર મામલે બાયો ચડાવી છે. પાલિકાના ભાજપના 9 જેટલા કોર્પોરેટરો પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને રાજીનામુ મોકલશે. નાયબ કલેક્ટર કચેરીએ નગરજનો અને પાલિકાના 5 સમિતિના ચેરમેન સહિત 9 કોર્પોરેટરો આવેદન આપવા પહોંચ્યા હતા. નગરમાં ભાજપ શાસકો દ્વારા કરોડોનો ભ્રષ્ટાચાર હોવાનો ખુદ શાસકોએ ખુલાસો કર્યો હતો. બારડોલી પાલિકાના ગટર સમિતિના ચેરમેન ભીમસિંગ પુરોહિતના બાંધકામનો ઓટલો તોડવા જતા વિવાદ સર્જાયો હતો. હાઇકોર્ટના આદેશ બાદ પણ કેટલાક બાંધકામો દૂર નહીં કરતા 9 ભાજપ કોર્પોરેટરોએ આવેદન આપ્યું હતું.