AMC ની પોલામપોલ: અમદાવાદમાં ભુવા પાડવાનો સીલસિલો યથાવત.

અમદાવાદમાં નજીવો વરસાદ પડ્યો નથી કે રસ્તા ડિસ્કો રોડ બને તો ક્યાંય ખાડા પડતા નજરે જોવા મળે. રોડ માટે લાખો કરોડો રૂપિયાના પાસ થયેલ પૈસા ક્યાં જાય એ તો રામ જાણે. પરંતુ એએમસીની પોલ વરસાદમાં છતી થાય જ. અમદાવાદમાં ઠેર ઠેર ભુવા પડવાનો સિલસિલો યથાવત જ જોવા મળી રહ્યો છે. શહેરના નરોડામાં ગૅલક્ષી ચાર રસ્તા પાસે ભુવો પડ્યો હતો. નેશનલ હાઇવે 8 પર મોટો ભુવો પડ્તા AMC ની પોલ છતી થતી જોવા મળી હતી. સામાન્ય ઝરમર વરસાદમાં ભુવો પડી જતા લોકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવી જાય છે. કરોડો રૂપિયા ખર્ચ કરતા પણ સરવાળે શૂન્ય જ નજર આવે છે અને ભોગવે પ્રજા છે.