લો કરો વાત. રાજપીપળા અને દેડિયાપાડા કેન્દ્રમાં આજે ધોરણ 10 ની ગુજરાતી વિષયની પરીક્ષામાં બંને પરીક્ષા કેન્દ્રમાં એક જ બ્લોક માં એક જ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી !

માત્ર એક જ વિદ્યાર્થી માટે સ્થળ સંચાલક, સુપરવાઇઝર, રીવીલર, સરકારી પ્રતિનિધિ, વહીવટી કર્મચારી, બે પટાવાળા અને પોલીસનો કાફલો તૈનાત.
રાજપીપળાના કન્યા વિનય મંદિર અને દેડીયાપાડા એ. એન. બારોટ વિદ્યાલય માં એક જ બ્લોક માં એક જ વિદ્યાર્થી પાછળ હજાર રૂપિયાનો ખર્ચ !.
આદર્શ નિવાસી શાળા દેડિયાપાડામાં માત્ર 4 વિદ્યાર્થીઓને બોરીયા કેન્દ્રમાં માત્ર સાત વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.
રાજપીપળા,તા.14
હાલ નર્મદા જિલ્લામાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે જેમાં આજે અંગ્રેજીમાં તેમના ગુજરાતી વિષય નું પેપર હતું જેમાં રાજપીપળા અને દેડીયાપાડા કેન્દ્રમાં એક જ બ્લોક માં એક જ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં રાજપીપળા ખાતે કન્યા વિનય મંદિરના પરીક્ષા કેન્દ્રમાં બ્લોક નંબર રાજપીપળાની વિદ્યાર્થીની મનિષાબેન જયંતીભાઈ વસાવા બેઠક નંબર બી 8351685 એ એકમાત્ર વિદ્યાર્થીને પરીક્ષા આપી હતી તેને માટે સવારે 1 થી 1.15 સુધીના પેપરમાં માત્ર એક વિદ્યાર્થીની માટે સ્થળ સંચાલક, સુપરવાઇઝર, રીલીવર, સરકારી પ્રતિનિધિ, વહીવટી કર્મચારી, બે પટાવાળાને પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. એ જ પ્રમાણે એ એન બારોટ વિદ્યાલય દેડીયાપાડા યુનિટ-2 પરીક્ષા ના કેન્દ્ર માં પણ સવારે એક જ બ્લોક માં એક જ વિદ્યાર્થી માટે પરીક્ષા લેવાઇ હતી જેમાં 8 થી 10 જેટલા સ્ટાફને જોડવામાં આવ્યો હતો એક વિદ્યાર્થી માટે પણ બોર્ડને હજારો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે.
એ ઉપરાંત આજે નર્મદા જિલ્લામાં કુલ અંગ્રેજી મીડિયમના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી વિષયની પરીક્ષા લેવાઇ હતી. જેમાં આદર્શ નિવાસી શાળા દેડિયાપાડામાં માત્ર 4 વિદ્યાર્થીઓને બોરીયા કેન્દ્રમાં માત્ર 7 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. તો આદર્શ નિવાસી શાળા રાજપીપલા માં 37 જોકે હાઇસ્કૂલ સાગબારાદ કેન્દ્રમાં 26 સેલંબા હાઈસ્કૂલના યુનિટ-2 માં 28 અને પિન્ટુ લાલ વિદ્યાલય બોરીયા ખાતે 37 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
જયારે બપોરના ધોરણ 12ની પરીક્ષામાં આજે જેલમાં કાચા કામના કેદી એ આજે સાયકોલોજી વિષયની પરીક્ષા આપી હતી જીત નગર જેલના કેદી જીત નગર ખાતે આવેલ મુખ્ય જેલમાં બળાત્કારના ગુનામાં ઝડપાયેલા કાચા કામનો કેદી કેયુરકુમાર ભરતભાઈ તડવી પણ ધોરણ12ની બધા વિષયની પરીક્ષા આપી રહ્યો છે હાલ તે જેલમાં હોવાથી તેની કારકિર્દી ન બગડે તે માટે જેલના મુખ્ય જેલ અધિક્ષક એલ.એમ પ્રયાસોથી એડિશનલ રાજપીપળાની સ્પેશિયલ પરવાનગી લઈને તેને પોલીસ જાપ્તા સાથે પરીક્ષામાં બેસવા દેવાની પરવાનગી આપવામાં આવી હતી.

રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા