ગુજરાતને ઉડતા ગુજરાત બનાવવાના પ્રયાસને નિષ્ફળ બનાવતી ગુજરાત એટીએસ.

ગુજરાતને ઉડતા ગુજરાત બનાવવાના પ્રયાસને નિષ્ફળ બનાવતી ગુજરાત એટીએસ. વડોદરા એસટી ડેપો પાસેથી 16.30 લાખનું એમડી ડ્રગ્સ પકડ્યું.

અમદાવાદ: ગુજરાત એટીએસએ વડોદરાના સયાજીગંજ પાસેના એસટી ડોપો રોડ પાસેથી એમડી ડ્રગ્સની હેરફેર કરનાર મધ્યપ્રદેશના બે શખ્સોને ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી કુલ રૂપિયા 16 લાખ 30 હજારના ડ્રગ્સનો જથ્થો ઝપ્ત કર્યો છે. ધરપકડ બાદ આ નેટવર્કમાં કોણ કોણ સામેલ છે તે અંગેની પુછપરછ હાથધરી છે.

ગુજરાત એટીએસની ટીમને બાતમી મળી હતી કે, વડોદરાના સયાજીગંજ પાસેના એસટી ડેપો રોડ પાસેથી બે શખ્સો એમડી ડ્રગ્સની હેરફેર કરવાના છે. જેના કારણે એટીએસ અને એસઓજીની ટીમે મળીને સયાજીગંજ પાસેના એસટી ડેપો પાસે વોચગોઠવી હતી. તે દરમિયાન બે શંકાસ્પદ યુવકો દેખાઈ આવતા બંન્નેની તલાશી લીધી હતી. તલાશી દરમિયાન બંન્ને પાસેથી રૂ.16.30લાખનું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું, જેથી બંન્ને આરોપીઓની ધરપકડ કરી હતી. તથા બંન્નેની પુછપરછ કરતા બંન્નેએ પોતાના નામ અમાન મોહમદહનિફ શેખ (ઉ.વ.20 રહે.મધ્યપ્રદેશ) અને મોહમદરીઝવાન મોહમદરસીદ ખાન (ઉ.વ.19 રહે.મધ્યપ્રદેશ) હોવાનું જણાવ્યું હતું. એટીએસની ટીમે વધુ પુછપરછ કરતા બંન્ને આરોપીએ જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશના ઈન્દોરમાં રહેતા આમીરખાન લાલાએ તેમણે ડ્રગ્સ મેળવ્યું હતું અને વડોદરા ખાતે એસટી બસ ડેપો બહાર કોઈ લાલ ટીશર્ટ તથા માથે કાળી ટોપી કે જેના પર અંગ્રેજીમાં એમ લખ્યો હોય તેવા શખ્સને આ જથ્થો ડીલીવરી કરવાનો હતો.