ઈકો સેન્સીટીવ ઝોન ના મુદ્દા બાદ હવે સાંસદ મનસુખ વસાવા બંધ પડેલી રાજપીપળા અંકલેશ્વર રેલવે લાઈનનો પ્રશ્નો સંસદમાં ઉઠાવશે. રાજપીપળા થી અંકલેશ્વર ટ્રેન કોઈ પણ હિસાબે ચાલુ કરાવીને જંપતી ચૂંટણી ટાણે સાંસદ મનસુખ વસાવાએ આપ્યો ભરોસો.
રાજપીપળા,તા. 8
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ઇકો સેન્સિટીવ ઝોનનો મુદ્દો સંસદમાં ઉઠાવ્યા બાદ હવે રાજારજવાડા વખતથી ચાલતી રાજપીપળા થી અંકલેશ્વર ટ્રેન નેરોગેજ માંથી બ્રોડગેજમાં ફેરવ્યા બાદ રેલવે વિભાગે અચાનક આ રેલ્વે બંધ કરી દેવાતા ભરૂચ-નર્મદા મુસાફર જનતામાં નારાજગી વ્યાપી છે.અને હવે તેને ફરીથી ચાલુ કરવાની માંગ કરી છે, ત્યારે ચૂંટણી ટાણે સાંસદ મનસુખ વસાવાએ ઈકો સેન્સીટીવ ઝોનનો મુદ્દો બાદ હવે બંધ પડેલી રાજપીપળા અંકલેશ્વર રેલવે લાઈનનો પ્રશ્નો સંસદમાં ઉઠાવશે એમ જણાવ્યું છે. અને કોઈ પણ હિસાબે રાજપીપળા થી અંકલેશ્વર ટ્રેન ચાલુ કરાવીને જંપીશ એવો પાક્કો ભરોસો લોકોને આપ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજપીપળા અંકલેશ્વર નેરોગેજ લાઇનનું બ્રોડગેજમાં રૂપાંતર કરીને વર્ષ 2013-14માં શરૂઆત કરી હતી.લગભગ 800 કરોડના ખર્ચે વચ્ચે 63 કી.મી.દુર રેલવે લાઇન લખાઈ હતી. રેલવે આવી પણ ખરી પરંતુ આ અંકલેશ્વરથી રાજપીપળા વચ્ચે આવતી 16 ફાટકો બંધ કરવામાં રેલવે વિભાગ પાછું પડ્યું.અને નેરોગેજ કરતાં પણ બ્રોડગેજની આ ફાસ્ટ ટ્રેન ફાટકો ને કારણે 63 કિ.મી.નું અંતર કપતા 3 કલાક જેટલો સમય લાગતો હતો.અંતે નવેમ્બર 2020માં રાજપીપળા અંકલેશ્વર ટ્રેન બંધ કરી દેવાઈ આજે ડભોઇ કેવડીયા પેસેન્જરની જરૂર છે. અને તે રાજપીપળા જોડાય તો ટ્રાફિક બંને તરફથી મળી રહે જેથી રાજપીપળા કેવડિયા ટ્રેન જોવી જરૂરી છે.આ બાબતે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે હાલ બજેટ સત્ર ચાલે છે.મેં ઈકો સેન્સીટીવ ઝોન રદ કરવાનો પ્રસંગ ન ગત મંગળવારે પૂછ્યો હતો. બીજો પ્રશ્ન રાજપીપળા કેવડિયા લઇને દોડવાની માંગ કરી છે હું 17 મીએ આ મુદ્દો ઉઠાવવાનો છું તેઓએ વધુમાં કહ્યું હતું કે કોઈ પણ સંજોગોમાં હું કેવડીયા રાજપીપળા થી અંકલેશ્વર દોડાવીને જંપીશ.જો અમદાવાદ વડોદરા થઈ કેવડીયા પહોંચેલી ટ્રેન રાજપીપળા થઈ સીધી મુંબઈ નીકળી જાય તો સમય પણ બચે પેસેન્જર પણ વધે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા