થાતી હોય છે ! – © દેવેન ભટ્ટ.

વાંસળીનાં સૂરમાં પણ વાત થાતી હોય છે,
ગોપિકાઓ સંગ ગરબા રાત થાતી હોય છે.

એમ રાખે ના જશોદા માત બાંધી કાનને,
રોજ ઊઠી કાનથી ઉત્પાત થાતી હોય છે.

ગોપ સહુ ગોષ્ઠી કરી ગોવિંદ ભેળાં આવતાં,
“ટોળકીમાં ચોરશું”, એ વાત થાતી હોય છે.

એક ગોવર્ધન ઉપાડી આંગળી ટચલી પરે,
લોકરક્ષા એમ સહુની સાથ થાતી હોય છે.

રાધિકા સંગે મુલાકાતો ય થાતી હોય છે,
ત્યાં કદંબોને તળે પણ વાત થાતી હોય છે.

સાંજ વેળાં રોજ મથુરામાં હજી પણ કાનને,
વાંસળીની યાદ રાધા સાથ થાતી હોય છે.

“લાજ રાખો ઓ સખા”, એ આર્તનાદી સાદની,
દ્રૌપદીનાં ચીર પૂરી શાત થાતી હોય છે.

એક રાધા, એક મીરાં, કૃષ્ણ દીવાની રહી,
બેઉની દીવાનગી ક્યાં ખ્યાત થાતી હોય છે?

કેમ મીરાંને કટોરી ઝેરની પીવી પડે?
કૃષ્ણ હસ્તે ઝેરમાંથી કાંત થાતી હોય છે.

– © દેવેન ભટ્ટ (૧૮/૦૧/૨૦૨૧)