*મોદીથી ફફડી ગયેલા ઇમરાન ખાને ભારતને કહ્યું- હુમલો ના કરતા*

વડાપ્રધાન મોદીના પાકિસતાનને યુદ્ધમાં દસ દિવસમાં ધૂળ ચટાડવાવાળા નિવેદન બાદથી પાકિસ્તાનમાં ખલબલી મચી ગઇ છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનનું કયાંયથી કંઇ ના ઉપજતા હવે પીએમ મોદીની ચેતવણી આપી કે મોદી એ જાણી લે કે પાકિસ્તાન પર હુમલો તેમની છેલ્લી ભૂલ હશે.ઉલ્લેખનીય છે કે કાશ્મીરને લઇ પાકિસ્તાનને તેના મિત્રો દેશો પણ કોઇ સાથ આપવા માટે તૈયાર નથી. ત્યારે ઈમરાન ખાને ફરી એકવાર ભારતને ધમકી આપી. તેઓએ કહ્યું કે જો નવી દિલ્હીએ કોઈ પગલું ભર્યું તો તેમના દેશની સેના ભારતને આકરો પાઠ ભણાવશે.