કોરોના ના ભય વચ્ચે ફરી થી માનવતા મહેકી ઉઠી.

વડતાલ ખાતે રહેતો સ્વામિનારાયણ સંપ્રદાય નો એક 13 વર્ષ નો છોકરો પાર્ષદ વેદાંત ભગત કે જેને કેન્સર જેવી ગંભીર બીમારી ની જાણ થઈ. ડોક્ટર દ્વારા જ્યારે જણાવવા માં આવ્યું ત્યારે ખૂબ જ મોડું થઈ ગયું હતું અને કેન્સર છેલ્લા સ્ટેજ માં પહોંચી ગયું હતું. ડોકટરો ના કહેવા પ્રમાણે હવે આ છોકરો વધારે સમય જીવી શકે એમ પણ નથી તેવામાં છોકરાં એ પોતાને નવો મોબાઈલ લેવો છે અને પોતાની જ ફોટો ફ્રેમ બનાવવી છે એવી ઈચ્છા વ્યક્ત કરી.

આ લોકડાઉન ના સમય માં પણ કોઈ વ્યક્તિ પાસે થી નવા ફોન ની તો વ્યવસ્થા થઈ ગઇ, પરંતુ ફોટો ફ્રેમ બનાવવી એ અશક્ય કાર્ય હતું. પરંતુ અમદાવાદ માં રહેતા ભાવિનસિંહ રાઠોડ અને વિનોદ આહીર નામના સમાજસેવી વ્યક્તિ ની મદદ થી એક ગ્રાફિક ડિઝાઇનર મિત્ર નિહાલ ને કહી આ છોકરા ની ખૂબ આબેહૂબ ફોટો ફ્રેમ બનાવવા માં આવી. છોકરા ને મોટીવેટ કરવા અને તેની હિંમત વધારવા માટે , ફોટોફ્રેમ આજરોજ ડી. સી.પી નીરજ બડગુજર ના હાથે તે છોકરાં ને આપવામાં આવશે.
Time = 2.20
Place = zone 4 office shahibaug police station
Contact for further detailS = 9687606008