રાજપીપળા,તા. 8
નાંદોદ તાલુકાના જીતપુરા ગામ પથ્થર મારતાં એકને ગંભીર ઇજા તથા રાજપીપળા પોલીસ મથકે ફરિયાદ નોંધાય છે.જેમાં ફરિયાદી પ્રકાશભાઈ દલસુખભાઈ તડવી (રહે,જીતપુર નવાવાઘપુરા) એ આરોપી પિન્ટુભાઈ રમેશભાઈ તડવી (રહે,જીતપુર,નવાવાઘપુરા) સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ આરોપી પીન્ટુભાઇ તા. 6/2/ 21ના રોજ રાત્રિના અરસામાં ફરિયાદીના ફળિયામાં ગયેલ છે.જેથી પ્રકાશભાઇએ પૂછેલ કે તું આટલી રાત્રે અહીંયા કેમ આવે છે ? તેમ પૂછતા પીન્ટુભાઇ એકદમ ઉશ્કેરાઇ જઇ પિન્ટુભાઈને ગમે તેમ ગાળો બોલી નજીકમાંથી ધારદાર પથ્થર હાથમાં લઇ પ્રકાશભાઈને માથાના પાછળના ભાગે મારી દઈ ઈજા પહોંચાડે અને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા