ઉત્તરાખંડ હોનારતમાં મોતનો આંકડો 15 પર પહોંચ્યો, 170 લોકો લાપતા
દેવભૂમિ ઉત્તરાખંડમાં થયેલ હોનારતમાં ચામોલીમાં મોટું નુકસાન થયું હતું. પાણીના વહેણમાં અનેક મકાન અને લોકો તણાઈ ગયા છે. અત્યાર સુધીમાં કુલ 15 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે 170 કરતા વધારે લોકો સાપતા હોવાનું જણાવા મળ્યું છે. સ્થાનિક વહીવટી તંત્રથી લઈને સૈન્ય સુધી તમામ રેક્યૂ ઓપરેશનમાં જોડાયા છે. રાજ્ય-કેન્દ્ર સરકાર સાથે મળીને કામ કરી રહી છે.