તિલકવાડાના સંડુલા ગામની નદી એ કપડાં ધોવા ગયેલી મહિલાની ઈજ્જત લેવાની કોશિષ.
હવસખોર આરોપી સામે પોલીસ ફરિયાદ.
રાજપીપળા, તા.7
તિલકવાડા તાલુકાના સંડુલાગામની નદી એ કપડા ધોવા ગયેલી મહિલાની હવસખોર ઇસ્મે ઈજ્જત લેવાની કોશિષ કરતાં હવસખોર આરોપી ધર્મેશભાઈ વરશનભાઈ તડવી (રહે,સંડુલા,નવી વસાહત ) સામે તિલકવાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદની વિગત મુજબ ફરિયાદી મહિલા 3/1/ 21ના રોજ સાંજના પોણા પાંચ વાગ્યાના સુમારે ગામના નદીએ કપડાં ધોવા ગયેલી હતી,તે વખતે આરોપી ધર્મેશભાઈ વરશનભાઈ તડવી (રહે, સંડુલા,નવી સાહત) એ તેનીનો એકલતાનો લાભ લઇ બરડા પાછળથી પકડી ઇજજત લેવાની કોશિશ કરી ગુનો કરતાં આરોપી સામે તિલકવાડા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા