નાંદોદના મોવી ગામે મોટરસાયકલના લોનના હપ્તા ન ભરી શકતા ફાઈનાન્સ વાળા મોટરસાયકલ ખેંચી લઇ જતા મનમાં લાગી આવતા મોટરસાયકલ માલિકની આત્મહત્યા.
ઝેરી દવા પીને મોતને વહાલું કર્યું,મોવી ગામની ઘટના.
રાજપીપળા,તા.7
નાંદોદ તાલુકાના મોવી ગામે મોટરસાયકલના લોનના હપ્તા ન ભરી શકતા ફાઇનાન્સવાળા અધિકારીઓ, યુવાનની મોટરસાઈકલ ખેંચી લઇ જતા યુવાન અને મનમાં લાગી આવતાં મોટરસાયકલ માલિકે ઝેરી દવા પીને આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે.આ અંગે રાજપીપળા પોલીસ મથકમાં અકસ્માત મોતની ફરિયાદ નોંધાઇ છે.
બનાવની વિગત મુજબ વડીલાબેન જેમલભાઈ શકરાભાઈના પતિ જેમલભાઈ શકરાભાઈ વસાવા (રહે, ધાગર,નવીનગરી) મોટરસાયકલ હપ્તાની ફાઇનાન્સ ઉપર લોન લીધેલ જેનો હપ્તો બાકી રહી જતાં,મોટરસાયકલ ફાઇનાન્સ વાળા ખેંચી લઈ જતા ટેન્શનમાં આવી જતાં મનમાં લાગી આવતા તેઓ ઝેરી દવા પી જતાં સારવાર દરમિયાન જેમલભાઈનું મોત નિપજતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા