મહાશિવરાત્રી પર તાજ મહેલમાં હિંદુવાદી સંગઠને કરી શિવપૂજા, હિંદુ મહાસભાના પદાધિકારી સહિત 3ની ધરપકડ

મહાશિવરાત્રી પર આગ્રાના તાજ મહેલમાં શિવપૂજા કરવા પહોંચેલા હિંદુવાદી સંગઠનના મહિલા પદાધિકારી અને 2 કાર્યકરોને કેન્દ્રીય ઔધોગિક સુરક્ષા દળ (CISF) ઝડપી લીધા હતા. ત્યાર બાદ ત્રણેયને પોલીસને હવાલે કરી દેવામાં આવ્યા હતા. હિંદુવાદી સંગઠને મહાશિવરાત્રીના અવસર પર ગુરૂવારની સવારે તાજ મહેલને તેજો મહાલય માનીને આરાધના કરી હતી. મહત્વનું છે કે, તાજ મહેલમાં શાહજહાંની ત્રણ દિવસીય ઉર્સ ચાલી રહી છે.