“મારું ગામ કોરોના મુક્ત ગામ” અભિયાન થકી જે સારવાર શહેરમાં થતી હતી તે સારવાર હવે અમને અમારા કોવિડ કેર સેન્ટર દ્વારા વિનામૂલ્યે મળી રહી છે

કાટકોઇ ગામના  કોવિડ કેર સેન્ટરમાં હોમ આઇસલોટ રહીને સારવાર લઇ રહેલાં શ્રીમતી શારદાબેન દિપકભાઇ કહે છે કે, અમારા ગામમાં કોવિડ કેર સેન્ટર બનવાથી ગામના અને પરિવારના અન્ય લોકોને સંક્રમિત થતા બચાવી શક્યા છીએ

“મારું ગામ કોરોના મુક્ત ગામ” અભિયાન થકી જે સારવાર શહેરમાં થતી હતી તે સારવાર હવે અમને અમારા કોવિડ કેર સેન્ટર દ્વારા વિનામૂલ્યે મળી રહી છે
             
                    રાજપીપલાતા 8



તા.૧ લી મે થી તા.૧૫ મી મે,૨૦૨૧ સુધી સમગ્ર ગુજરાતમાં “મારૂ ગામ કોરોના મુક્ત ગામ” ના હાથ ધરાયેલા રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લા કલેકટરશ્રી ડી.એ.શાહના નેતૃત્વ હેઠળ કોરોના વેક્સીન, RTPCR – એન્ટીજન રેપીટ ટેસ્ટ, ડોર ટુ ડોર સર્વેલન્સ ઉપરાંત સામાન્ય લક્ષણો ધરાવતા દરદીઓને ગ્રામ્યકક્ષાએ જ સમયસર સારવાર મળી રહે તે હેતુસર નર્મદા જિલ્લાની ૬૭૧ પ્રાથમિક શાળાઓમાં કોવિડ સેન્ટર કાર્યરત કરીને તેમાં કુલ ૩૧૯૨ પથારી (બેડ) ની સુવિધા-વ્યવસ્થા કરાયેલ છે. આ કોવિડ કેર સેન્ટરમાં ગાદલું, ઓસીકુ, ચાદર, ચારસો, પીવાના પાણીની સુવિધા ઉપરાંત અન્ય વપરાશ માટેના પાણીની સુવિધા, માસ્ક, સેનેટાઇઝર દવાની કીટ, સેનીટેશનની સુવિધા અને સફાઇ તેમજ નાહવા માટેની પણ અલાયદી સુવિધા કરાયેલ છે.

              તિલકવાડા તાલુકાના સાવલી ગામના મુખ્ય શિક્ષક હિતેન્દ્રભાઇ વલ્લવભાઇ બારીયાએ જણાવ્યું હતું કે,  સમગ્ર ગુજરાતમાં “મારૂ ગામ કોરોના મુક્ત ગામ” અભિયાન અંતર્ગત તા. ૩ જી ના રોજ અમે અમારી સાવલી પ્રાથમિક શાળામાં કોવિડ કેર સેન્ટર કાર્યરત કર્યું છે. જેમાં કોરોના પોઝિટીવ દરદીઓ તેમજ સામાન્ય લક્ષણો ધરાવતા દરદીઓને હોમ આઇસોલેટ કરી સારવાર કરવામાં આવી રહી છે. જેમાં દરદીઓ માટે જમવાની સુવિધા પણ કરવામાં આવી છે. કોવિડ કેર સેન્ટર ખાતે માસ્ક, સેનીટાઇઝર સહિત તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાઇ હોવાનું તેમણે જણાવ્યું હતું.

               તિલકવાડા તાલુકાના સાવલી ગામના રહેવાસી અને સાવલી ગામની પ્રાથમિક શાળામાં કોવિડ કેર સેન્ટરમાં સારવાર લઇ રહેલાં   સચિનભાઇ ગોપાલભાઇ સોંલકીએ કહ્યું હતું કે, મને શરૂઆતમાં તાવ-માથાનો દુખાવો થતો હોવાથી મે અગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ-૧૯ નો RTPCR નો રિપોર્ટ કરાવ્યો હતો. જેમાં મારો રિપોર્ટ પોઝિટીવ આવતાં મે નક્કી કર્યું કે  મારા ગામના  કોવિડ કેર સેન્ટરમાં જ રહીને આઇસોલેટ થવું છું. અહીં તમામ પ્રકારની સુવિધા મળી રહી છે સવાર-સાંજ બન્ને સમયે આરોગ્યતંત્ર તરફથી અમારી તપાસ કરવામાં આવે છે. નોવેલ કોરોનાની મહામારીને ધ્યાને લઇને સરકારએ “મારું ગામ કોરોના મુક્ત ગામ” અભિયાન થકી ગ્રામ્યકક્ષાએ  કોવિડ કેર સેન્ટરની સુંદર પ્રકારની વ્યવસ્થા કરી છે. જે સારવાર શહેરમાં થતી હતી તે સારવાર હવે અમને અમારા ગામના કોવિડ કેર સેન્ટર દ્વારા  વિનામૂલ્યે  મળી રહી છે.

          તિલકવાડાના કાટકોઇ ગામના રહીશ અને  કાટકોઇ ગામની પ્રાથમિક શાળાના કોવિડ કેર સેન્ટરમાં સારવાર લઇ રહેલાં શ્રીમતી શારદાબેન દિપકભાઇએ કહ્યું કે, કાટકોઇ ગામમાં જ હું આશાવર્કર તરીકે ફરજ બજાવું છું તા.૪ થી ના રોજ હું અને મારા પતિ બંન્ને કોરોના પોઝિટીવ આવતાં અમે અમારા ગામના કોવિડ કેર સેન્ટરમાં જ હોમઆઇસોલેટ થઇને સારવાર લઇ રહ્યાં છીએ. કદાચ અમારા ગામમાં કોવિડ કેર સેન્ટર ન હોત તો અમારે પૈસા ખર્ચીને અન્ય દવાખાનામા જવું પડ્યું હોત અને કદાચ સારૂ ન થાત. ગામમાં જ કોવિડ સેન્ટર બનવાથી ગામના અને પરિવારના અન્ય લોકોને સંક્રમિત થતા બચાવી શક્યા છીએ. તેવી જ રીતે કંઠરપૂરા ગામના કોરોના પોઝિટીવ દરદી બ્રિજેશભાઇ દિનેશભાઇ બારીયાએ જણાવ્યું હતું કે, અમને અમારા ગામના કોવિડ કેર સેન્ટર ખાતે જ હોમ આઇસોલેટ થયાં છીએ અહીં આરોગય્તંત્ર દ્વારા અમારી ચકાસણી કરવામાં આવી રહી છે અને જરૂરી દવાઓ પણ આપવામાં આવતી હોવાનું ઉમેર્યું હતું.
                                              તસ્વીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા