દેવલીયા ચોકડી પાસેથી શાકભાજી ભરવાના ટેમ્પામાં હાડકાના નીચેના ભાગે શાકભાજી ને બદલે અંડરગ્રાઉન્ડ બનાવેલ ખાનામાં છુપાવેલ દારૂ પકડાયો.

તિલકવાડા તાલુકાના દેવલીયા ચોકડી પાસેથી થ્રીવીલર ટેમ્પામાં દારૂની હેરાફેરી કરતા રૂ.60 હજારના દારૃ તથા ટેમ્પા સહિત 110000 નો મુદ્દામાલ પકડાયો, બંને ખેતીયાઓની ધરપકડ કરતી તિલકવાડા પોલીસ.

આજકાલ દારૂની ઘેંસ પોલીસે વધારી દેતા પોલીસને નજરથી બચવા બુટલેગરો દારૂનો ધંધો કરવા અવનવા નુસખા અપનાવી રહ્યા છે. આવો જ એક મુજકો અપનાવી પોલીસને ચકમો આપી દારૂની હેરાફેરી કરવા જતા બુટલેગરો ઝડપાઇ ગયા હતા, જેમાં દેવલીયા ચોકડી પાસેથી શાકભાજી ભરવાના ટેમ્પામાં હાડકાના નીચેના ભાગે શાકભાજી ને બદલે અંડરગ્રાઉન્ડ બનાવેલ ખાનામાં છુપાવેલ દારૂ પકડી પાડ્યો હતો. તિલકવાડા તાલુકાના દેવલીયા ચોકડી પાસેથી થ્રીવીલ ટેમ્પામાં દારૂની હેરાફેરી કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ 192 તથા નંગ 24 કુલ 60 હજારના દારૃ તથા ટેમ્પા સહિત 1, 10,000 નો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો છે. આ ગુનામાં સંડોવાયેલ બંને છે ખેપીયાઓની તિલકવાડા પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર ના સિંધા સુપરવાઇઝર હેઠળ પી.એસ.આઇ એ.એસ વસાવા તિલકવાડા પોલીસને બાતમી મળેલ કે એક થ્રિ વહીલર ટેમ્પો નંબર જીજે 23 વી 3009 માં ભડકા ના ભાગે ખાલી શાકભાજી ભરેલ છે અને ફડકા નીચેના ભાગે અંડરગ્રાઉન્ડ ચોરખાનું બનાવી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ભરી નસવાડી તરફથી આવનાર છે, જે બાતમી આધારે પો.સ.ઇ એ.એસ.વસાવા તથા એ.એસ.આઈ કાંતિભાઈ ભંગીયભાઈ તથા હેડ કોન્સ્ટેબલ અલ્પેશભાઈ શાંતિલાલ તથા અરવિંદભાઈ માનસિંગભાઈ તથા બીજા પોલીસ સ્ટાફના માણસો સાથે દેવલીયા ચોકડી ખાતે વોચમાં હતા. એ દરમિયાન નસવાડી તરફથી અતુલ શક્તિ થ્રી વીલર ટેમ્પો જીજે 23 વી 3009 મા આરોપી વિજયભાઈ ગોરધનભાઈ માળી (રહે, કોસીન્દ્રા તા.આંકલાવ જી.આણંદ ) તથા બુધાભાઈ ભદાભાઈ માળી (રહે ગજેરા તા.જંબુસર જી.ભરૂચ) ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂના પ્લાસ્ટિકના 750 એમએલ ના હોલ નંગ -192 કિંમત રૂ. 57600 તથા માઉન્ટન સુપર સ્ટ્રોંગ બિયર ટીન નંગ- 24 કિંમત રૂ. 2400 /- મળી ફુલ બોટલ નંગ- 216 કિંમત રૂ.60,000/- તથા અતુલ શક્તિ થ્રી વ્હીલ ટેમ્પો કિંમત રૂ.50000/- મળી કુલ મુદ્દામાલ 110000/- સાથે પકડાઈ ગયેલ આરોપીઓ સદર ઇંગ્લિશ દારૂ મંજુલાબેન સંજયભાઈ ગોરધનભાઈ માળી (રહે કોસીન્દ્રા તા.આંકલાવ જી.આણંદ ) ને આપવાનો હોય તથા સફેદ કલરની એકટીવા ઉપર સંજયભાઈ ગોરધનભાઈ માળી (રહે કોસીન્દ્રા તા.આંકલાવ જી.આણંદ ) ના પાયલોટિંગ કરતો હોય તે એવું ના વિરુદ્ધ માં તિલકવાડા પોલીસે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.