રાજપીપલા તથા ગરૂડેશ્વર વિસ્તારમા ચોરીના બે ગુનાના નાસતો ફરતો આરોપી ઝડપાયો.

રાજપીપલા તથા ગરૂડેશ્વર વિસ્તારમા ચોરીના બે ગુનાના નાસતો ફરતો આરોપી ઝડપાયો.
રાજપીપળા, તા. 6
રાજપીપલા તથા ગરૂડેશ્વર વિસ્તારમા ચોરીના બે ગુનાના નાસતો ફરતો આરોપીને એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છે.
નર્મદા પોલીસ જેમા જીલ્લાના નાસતા-ફરતા આરોપીઓને ઝબ્બે કરવા તેઓના રહેણાંક તથા આશ્રય સ્થાનો તથાબાતમીદારોથી ઝડપી પાડવા મધ્યપ્રદેશ ખાતે સી.એમ.ગામીત, પો.સ.ઇ. કેવડીયા તથા તેમની ટીમને મધ્યપ્રદેશ ખાતે રવાના
કરવામાં આવેલ.જે દરમ્યાન સી.એમ.ગામીત પો.સ.ઇ. કેવડીયા
તથા તેમની ટીમ મારફતે રાજપીપલા પોલીસ મથકતથા ગરૂડેશ્વર પોલીસ મથકમા નોંધાયેલ કલમ ૩૭૯ મુજબના બે ચોરીના ગુનાના કામનો નાસતો ફરતો આરોપી રાજુભાઇ ભંગડીયાભાઇ તોમર (રહે.આમખુટ તા.કઠીવાડા જી.અલીરાપુર મધ્યપ્રદેશ) ને ઝડપી પાડી રાજપીપલા તથા ગરૂડેશ્વર પોલીસ મથકમા ગુનાના કામે સોંપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

તસવીર: જ્યોતિ જગતાપ, રાજપીપળા