મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં સરદાર પટેલ રીંગ રોડ ઉપર મેમદપૂરા રોડ ક્રોસીંગ પરના બ્રીજના બોપલ સનાથલ તરફ જતા એક બોક્ષ ગર્ડરના અચાનક તૂટી પડવા અંગેની દુર્ઘટનાની ગંભીરતા ધ્યાને લઇ ઘટનાની તપાસ માટે ઉચ્ચ કક્ષાની તપાસ સમિતીની રચનાની જાહેરાત કરી છે.શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ સચિવ લોચન સહેરાની અધ્યક્ષતામાં આ તપાસ સમિતીમાં અન્ય ૪ સભ્યોની પણ સેવાઓ જરૂરીયાત મુજબ લઇ શકાશે.આ તપાસ સમિતી દુર્ઘટના થવાના કારણો, નુકશાનીની વિગતો તથા નિર્માણ કાર્યને લગતી કામગીરીની ક્ષતિ-બેદરકારીની તપાસ કરશે. એટલું જ નહિ, ભવિષ્યમાં આવા બનાવો ના બને તે માટેના સુધારાત્મક પગલાં ઓ સૂચવશે. તપાસ સમિતિએ પોતાનો પ્રાથમિક અહેવાલ ૩૦ દિવસમાં રાજ્ય સરકારને સુપરત કરવાનો રહેશે. આ તપાસ સમિતિમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના મુખ્ય ઇજનેર, માર્ગ અને મકાન વિભાગના ડિઝાઇન સર્કલના મુખ્ય અથવા અધિક્ષક ઇજનેર, GERI વડોદરાના એક પ્રતિનિધિ તેમજ ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીના એક પ્રતિનિધિની સેવાઓ જરૂર જણાયે લેવામાં આવશે તેમ પણ ઠરાવવામાં આવ્યું છે.અમદાવાદના બોપલ વિસ્તારમાં મંગળવારે રાત્રે નિર્માણધીન ઓવર બ્રિજ તૂટી પડ્યો હતો. આ બ્રિજનો કોન્ટ્રાક્ટ જે કંપની પાસે છે, તે રણજિત બિલ્ડકોનને બુલેટ ટ્રેનના 16 બ્રિજ, મેટ્રોના એલિવેટેડ કોરિડોર, સાઇડ રોડનો 1200 કરોડનો કોન્ટ્રાક્ટ સોંપાયો છે. અમદાવાદ મ્યુનિ.ના ઓઢવ બ્રિજનું કામ પણ સોંપાયું છે. તૂટી પડેલા બ્રિજનું કામ ઔડાએ અટકાવી દીધું છે, પણ બાકીનાં કામો હજી ચાલુ છે. બ્રિજ કેમ તૂટ્યો તેની તપાસ માટે ઔડાએ ટેકનિકલ ચકાસણી કરવા સરકારને પત્ર લખ્યો છે.
Related Posts
મેટોડામાં રાંધણગેસમાં આગ ભભૂકતા પાંચ દાઝયા: બે ગંભીર બીડી સળગાવતા જ અચાનક આગ લાગી: યુપીના વતની પાંચ યુવક આગની લપેટમાં…
૧૯ વષઁ નો યુવાન ઝાંઝરી ના પાણી ના ધોધ મા ડુબી જતા ઘટના પર જ મોત નીપજીયું
અમદાવાદ ના મણિનગર ગોર ના કુવા ખાતે આવેલ જીવન એપાટમેન્ટ મા રહેતો રાઠોડ અગાપે ૧૯ વષઁ નો યુવાન ઝાંઝરી ના…
*વિધાનસભામાં ભાજપ એક બેઠક ગુમાવશે*
ગુજરાતમાં એપ્રિલ મહિનામાં ખાલી પડનારી રાજ્યસભાની 4 બેઠકોની 26 માર્ચે ચૂંટણી યોજાશે. ગુજરાત વિધાનસભામાં હાલનું 180 ધારાસભ્યનું સંખ્યાબળ જોતા ભાજપને…