નર્મદા તટે શ્રી સ્વામી રામાનંદ આશ્રમ ગુવાર ખાતે પ.પૂ. જગતગુરુ શ્રી સ્વામી રામાનંદાચાર્ય જીની 821 મી જન્મજયંતી ઉજવાઈ.
આજુબાજુના ગામોમાંથી વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા નીકળી.
સંતોની અમૃતવાણી સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.
રાજપીપળા,તા.6
પ.પૂ.જગદગુરુ શ્રી સ્વામી રામાનંદાચાર્ય જીની 821 મી જન્મ જયંતિ તા 4 ફેબ્રુઆરીના રોજ શ્રી સ્વામી રામાનંદ આશ્રમ ગુવાર ખાતે ભારે શ્રદ્ધા અને ભક્તિ ભાવપૂર્વક ઉજવાઈ હતી .જેમાં આજુ બાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં ભકતો ઉમટી પડ્યા હતા.જ્યાં સ્વામી રામાનંદજીનુ ભક્તિભાવ પૂર્વક પૂજન કરાયુ હતું. આ પ્રસંગે આજુબાજુના ગામોમાંથી ફોટા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જે શોભાયાત્રા વાજતે ગાજતે આશ્રમ પર પહોંચતા સ્વામી રામાનંદજી નું પૂજન કરાયું હતું. જ્યાં આ ધાર્મિક કાર્યક્રમમાં ખાસ અધિક કલેક્ટર એચ.કે. વ્યાસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતભરમાંથી પધારેલા સંતોની ઉપસ્થિતિમાં અમૃતવાણી ની સાથે સંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો. જેમાં સ્વામીજીના જીવનને આધારિત લઘુ નાટિકા અને ભક્તિમય ભારતનાટ્યમનો સંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે આશ્રમના સ્થાપક મહામંડલેશ્લર શ્રી 108 અભિરામદાસજી ત્યાગીના સત્સંગનો ભક્તોએ લાભ લીધો હતો. તેમણે શ્રી રામાનંદ સ્વામીના જીવન કવન પર પ્રવચન કરી જણાવ્યું હતું કે તેમણે ભારતને કઠિન સમયમાં માર્ગદર્શન આપી ભારતીય સંસ્કૃતિને જીવંત રાખી સમાજને સામાજીક, રાજકીય અને આધ્યાત્મિક રીતે સુદૃઢ બનાવી છે.બપોરે મહાપ્રસાદીનું આયોજન કરાયું હતું.બપોર પછી રમત-ગમત અને ઇનામ વિતરણનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો.સમગ્ર કાર્યક્રમમાં સામાજિક દૂધી અને સેનેટાઈઝર ની પૂરી વ્યવસ્થા રાખવામાં આવી હતી.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા