*મોટેરા સ્ટેડિયમ પાસે ભેખડ ધસી પડતા બે લોકોના મોત*

અમદાવાદના મોટેરા સ્ટેડિયમ પાસે ભેખડ ધસી છે. જેમા કામ કરતા બે શ્રમિકોના મોત થયા છે. મૃતક મનસુખભાઈ ડાભીની ઊંમર 25 વર્ષ છે જ્યારે ગૌતમ મીનામાની ઊંમર 40 વર્ષ છે. આ બંને શ્રમિકો ત્યાં કામ કરતા હતા. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા. 108ની મદદથી બન્નેના મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે