સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓ માટે કેસુડાના ફૂલોનું નવું આકર્ષણ.
વસંત પંચમી ટાણે સ્ટેચ્યુ પરિસરમાં ચારે બાજુએ પૂર બહારમાં ખીલી ઊઠેલા કેસુડાનું સૌંદર્ય પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું
નિગમના ચેરમેન ડો.રાજીવ ગુપ્તા એ કર્યું ટ્વીટર પર ટ્વિટ
પ્રવાસીઓએ ટ્વિટર પર મુકાયેલી કેસુડાની તસવીર જોઈએને દંગ રહી ગયા.
કેસુડાના સૌંદર્યને પ્રવાસીઓએ વખાણ્યુ
વસંતના વધામણા લેતા કેસુડા નર્મદાની સાતપુડા અને વિદ્યા ચલણી ગિરિમાળાઓ ની શોભા બન્યાં.
રાજપીપળા ,તા 5
વસંત પંચમી ટાણે નર્મદાના જંગલ વિસ્તારમા ચારે બાજુએ હાલ કેસુડા પૂરબહારમાં ખીલી ઉઠયા છે .ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓ માટે કેસુડાના ફૂલોનું આકર્ષણ વધ્યું છે. આ અંગે નિગમના ચેરમેન રાજીવ ગુપ્તાએ ટ્વિટર પર ટ્વિટ કર્યું છે. અને જણાવ્યું છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓ માટે કેસુડાનો ફૂલોનું સૌંદર્ય અદભુત અને આકર્ષણરૂપ છે. વસંત પંચમી ટાણે પ્રવાસીઓનું આગમન થઇ રહ્યું છે ત્યારે કેસુડાના ફૂલો પ્રવાસીઓ માટે આકર્ષણરૂપ બન્યા છે. હાલ અત્યારે કેવડીયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ વિસ્તારમાં તેમજ એકતાનર્સરી થી કેક્ટ્સ ગાર્ડનથી માંડીને ઝરવાણી, ખલવાણી સુધી રસ્તાની આજુબાજુ ચારેબાજુ પુર બહારમાં કેસુડા ખીલ્યા છે. તો બીજી બાજુ નર્મદા ડેમ તરફથી કેનાલ ઝીરો સુધીના રસ્તે કેસુડાનું સૌંદર્ય પૂરબારમા ખીલી ઉઠ્યું છે .
નર્મદા જિલ્લા વસંત પંચમી ટાણે વાતાવરણમાં પલટો આવી ગયો છે. ઠંડુ પ્રમાણ ઘટવા માંડે છે અને થોડી ગરમી ઠંડી ના મિશ્ર આહલાદક ખુશનુમા વાતાવરણ વચ્ચે શરૂ થતી નવી વસંત ઋતુનો પ્રારંભ થતાં નવી ચેતનાઓનો સંચાર થયો છે. હજી શિયાળાની ઠંડીનો માહોલ જામી રહ્યો છે, નર્મદામાં વસંતટાણે ફેર કેસુડા ખીલી ઊઠયા છે. જોકે નર્મદાના વસંતના વધામણા લેતા કેસુડા નર્મદાની સાતપુડા ની ગિરિમાળા વચ્ચે વિધયાચલની ગિરીમાળાની શોભા બન્યા છે. ઋતુ પરિવર્તનના સંકેત આપતા ફાગણના લાલ ચટક કેસરી કેસુડાના ફુલ નર્મદાના જંગલ, વન વગડામાં પૂરમાં ખીલી ઊઠેલા જોવા મળી રહ્યા છે. આમતો કેસુડો વસંત ઋતુ નો પર્યાય ગણાય છે, કેસુડા જ્યારે ખીલે રે ત્યારે કેસરી ફૂલ જંગલની શોભા બની જાય છે.હવેવેલી ઓફ ફ્લાવર ની સાથે પ્રવાસીઓ માટે કેસુડા ના ફૂલોનું સૌંદર્ય ખાસ આકર્ષણ નું કેન્દ્ર બન્યા છે પ્રવાસીઓ રસ્તે પોતાના વાહનો ઊભા રાખી કેસુડા સાથે ફોટા પાડી સેલ્ફી પણ લઇ રહ્યા છે.
તસવીર: જ્યોતિ જગતાપ,રાજપીપળા