તિલકવાડા તાલુકાના ભાવપુરા ટેકરા ગણસિંદા ગામમાં ખેડૂતો સાથે થયેલી કપાસની છેતરપીંડી.

તિલકવાડા તાલુકાના ભાવપુરા ટેકરા ગણસિંદા ગામમાં ખેડૂતો સાથે થયેલી કપાસની છેતરપીંડી.
કોમ્પ્યુટર વજન કાંટામાં ગરબડ કરવી એક ગાંસડીએ પાંચ કિલો ઓછું વજન આપતા હોવાની ફરિયાદ.
રાજપીપળા,તા.5
હાલ નર્મદામાં કપાસની ભરપૂર સિઝન ચાલી રહી છે.ત્યારે કપાસના ભાવ પણ સારા હોવાથી વેચાવલી પણ સારી થઇ રહી છે.ત્યારે કેટલાક લેભાગુ વેપારીઓ ખેડૂતો પાસેથી કપાસનો માલ લેતી વખતે વજન કાંટામાં ગડબડ કરી ઓછું વજન કરી ખેડૂતોને ઓછા પૈસા આપી છેતરપિંડી કરતા હોય આવો એક કિસ્સો તિલકવાડા તાલુકામાં બનવા પામ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગણસિંદા ગામે ભાવપુરા ટેકરા ખાતે કપાસ વેચવા ખેડૂતો આવ્યા હતા, ત્યારે કોમ્પ્યુટર કાંટા દ્વારા પોલમાં એક ગાડીમાં ખેડૂત સાથે પાંચ કિલોનો તોલ ઓછો આવતા ખેડૂતને શંકા ગઈ હતી. અને ચેક કરતાં વેપારી છેતરપિંડી કરતો હોવાનું માલુમ પડતા વેપારી ચાલકને ઝડપી લીધો હતો.તિલકવાડા તાલુકાના રામપુરી ગામનો વેપારી (સારુખ લબુ અને જીગાભાઇ) નામની બે વ્યક્તિઓએ અગાઉ પણ ભાવપુરા ટેકારાથી લગભગ 775 મણ કપાસ જેટલો આ માફીઆઓ ખેડૂતને છેતરીને ગયા હતા. તેથી દરેક ગામના ખેડૂતોને આવા વેપારીઓ થી બચીને રહેવા જણાવ્યું છે કે ખેડૂતો આ વેપારી સામે પગલાં લેવાની માંગ કરી રહ્યા છીએ.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ,રાજપીપળા