*સુરત મિત્ર -સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને કરોડોનું નુકશાન*
સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને હજારો કરોડનું નુકશાન થયું છે. લોકડાઉનના બે ફેઝમાં તેઓની મહત્વની સિઝન નિકળી નિષ્ફળ જતા ૧૦ હજાર કરોડનું નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે. વળી લોકડાઉન ફેઝ ૩ના કારણે તો સુરતના ટેકસટાઇલ ઉદ્યોગને નુક્શાનમાંથી બહાર નીકળતા બીજા દોઢ વર્ષનો સમય લાગી શકે એમ છે.મહત્વનું છે કે સુરત ટેકસ્ટાઈલ્સ ઉદ્યોગનો પ્રતિ દિવસનો વેપાર આશરે ૧૫૦૦ કરોડનો છે.જે કોરોના ની વૈશ્વિક મહામારી ના પગલે સદંતર બંધ પડી ગયો છે.કપડા બજારમાં કટિંગ,પેકીંગ,ફોલ્ડિંગ, લોડિંગ અનલોડિંગ મળીને લગભગ ચારેક લાખ કારીગરો કામ કરે છે. મોટાભાગના કારીગરો રાજસ્થાન, મધ્યપ્રદેશ, યુપી, બિહારના છે.લોકડાઉન ખુલી પણ જાય છે તો પણ લગભગ 3 મહિના સુધી કારીગરો માર્કેટમાં નહીં આવે. જ્યાં તેમના વગર કામ થઈ શકશે નહીં. જેથી આવનાર સમયમાં ટેક્સટાઈલ ઉદ્યોગની સ્થિતિ દયનીય બનશે.સુરતના ડિકલેર થયેલા રેડ ઝોન લીંબાયત, મીઠી ખાડી, માનદરવાજા વિસ્તારોમાં હોવાથી લોકડાઉન 3 બાદ થનારા નુકસાનમાંથી ઉભરવા માટે બીજા દોઢ વર્ષનો સમય લાગશે. સુરત મિત્ર
*************
*લોકડાઉનમાં પણ રાજકારણનો માર્કેટિંગ*
સાંસદે લીલીઝંડી બતાવવાના બદલે ભાજપનો ઝંડો બતાવ્યો હતો
સુરત રેલવે સ્ટેશનથી ઓડિશાવાસીઓને વતન જવા સ્પેશિયલ ટ્રેન ઉપડી હતી નવસારીના સાંસદ સી.આર.પાટિલે ઓડિશા જતી આ ટ્રેનને ભાજપનો ઝંડો બતાવી લીલીઝંડી આપતા વિવાદ સર્જાયો હતો સામાન્ય રીતે લીલીઝંડી બતાવીને ટ્રેનને ઉપડવાની મંજૂરી અપાતી હોય છે પરંતુ પાટિલે ભાજપ પક્ષનો ઝંડો લહેરાવતા કોંગ્રેસ પક્ષે પણ તેનો વિરોધ કર્યો હતો કોંગ્રેસના નેતા અહમદભાઈ પટેલે કેટલાક ધારદાર પ્રશ્નો ઉઠાવતા કહ્યું છે કે શા માટે સુરતથી રવાના થયેલ ઓડીસાના ગરીબ શ્રમિકોની ટ્રેનને વિદાય આપવામાં આવી ત્યારે ત્રિરંગા ધ્વજને બદલે ભાજપનો ફ્લેગ શા માટે લહેરાવવામાં આવ્યો હતો? આ ટ્રેન ભાજપની હતી કે ભારત દેશની? શા માટે આ ગરીબ શ્રમિકો પાસેથી ગુજરાતથી ઓડીસા જવા માટે ટિકિટના પૈસા લેવામાં આવ્યા હતા? અને શા માટે તેમની ટિકિટનો ખર્ચો પીએમ કેર ફંડમાંથી આપવામાં આવ્યો નહીં? સુરત મિત્ર
**********
*લંકેશ’ અરવિંદ ત્રિવેદીના નિધનના સમાચાર તદ્દન ખોટા*
મુંબઈઃ ટેલિવિઝનની લોકપ્રિય સિરિયલ ‘રામાયણ’માં રાવણની ભૂમિકા ભજવનાર કલાકાર અરવિંદ ત્રિવેદીના નિધનના સમાચાર છેલ્લા અમુક દિવસોથી સોશિયલ મિડિયા પર ફરતા હતા, પણ એ તદ્દન ખોટા છે. અરવિંદભાઈના નિધનની અફવા આજે પણ સોશિયલ મિડિયા પર ચાલી હતી. પરંતુ સાંજે તેમના ભત્રીજા કૌસ્તુભ ત્રિવેદીએ ફેસબુક અને ટ્વિટર પર મેસેજ મૂકીને સ્પષ્ટતા કરી હતી કે એમના કાકા અરવિંદ ત્રિવેદી એકદમ સ્વસ્થ અને કુશળ છે સુરત મિત્ર
**********
*મુંબઈમાં ‘રેડ ઝોન’માં શરાબ વેચવાની છૂટ; ‘કન્ટેનમેન્ટ’ વિસ્તારોમાં નહીં*
કોરોના વાઈરસ સામેના જંગમાં લાગુ કરાયેલા લોકડાઉન-3 દરમિયાન મહારાષ્ટ્ર સરકારે આજે એક મોટો નિર્ણય લીધો છે.સરકારે એક નિયમમાં ફેરફાર કરીને ‘રેડ ઝોન’માં જ અમુક બિન-આવશ્યક દુકાનોને ખોલવાની પરવાનગી આપી છે. તે મુજબ, હવે મુંબઈ, પુણેમાં વાઈન શોપ શરૂ કરી શકાશે. પરંતુ, શોપિંગ મોલ્સ, હોટેલ્સ, રેસ્ટોરન્ટ્માં શરાબ નહીં મળે. તેમજ રાજ્યના 1000 ઘોષિત કરવામાં આવેલા ‘કન્ટેનમેન્ટ’ વિસ્તારોમાં શરાબની દુકાનો ખોલી નહીં શકાય, એમ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન કાર્યાલયના સિનિયર આઈએએસ અધિકારી ભૂષણ ગગરાનીએ જણાવ્યું છે.સુરત મિત્ર
*********
*પરમિટ લેવા ભારે ધસારો સોશિયલ ડિસ્ટનસિંગના ધજાગરા ઉડયા*
નવસારીની પ્રાંત કચેરીએ ભેગા થતા સોશિયલ ડિસ્ટનસિંગના ધજાગરા ઉડયા હતા નવસારી પંથકમાં મોટી સંખ્યામાં લોકો યુપી બિહાર, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યમાંથી કામધંધા અર્થે લોકો આવી વસ્યા છે.રાજ્યના જ અન્ય જિલ્લામાંથી પણ આવી વસ્યા છે આ લોકો હાલ કોરોના લોકડાઉનમાં ધંધા-ઉદ્યોગ બંધ થતાં મુશ્કેલીમાં મુકાયા છે. બે દિવસ પહેલા પરપ્રાંતિયો માટે વતન જવાની સરકારે ગાઈડ લાઈન બહાર પાડ્યા બાદ લોકડાઉન બે અઠવાડિયા લંબાવાતા બહારગામથી આવી નવસારી વસેલા ઘણા લોકોની ધીરજ ખૂટી ગઈ હતી. સુરત મિત્ર
********
*અમદાવાદમાં હવાઈદળના હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા*
અમદાવાદઃ ‘સારે જહાં સે અચ્છા હિદુસ્તા હમારાઆ ધુન સાથે એરફોર્સના જવાનોએ સિવિલમાં કોરોના વોરિયર્સને પ્રોત્સાહન આપવા આખાય કેમ્પસમાં માર્ચ કરી હતી. સિવિલ હોસ્પિટલના કેમ્પસ ઉપર એરફોર્સના હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી.એરફોર્સના હેલિકોપ્ટરોમાંથી પુષ્પવૃષ્ટિ થતાં આખાય કેમ્પસનું વાતાવરણ ભાવવિભોર બની ગયું હતું.સુરત મિત્ર
*********
*અધિકારીઓ કારણ વગર નાગરિકો પર જોહુકમી કરે છે: વીરજી ઠુંમર*
અમરેલીના લાઠી-બાબરાના કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુંમરે પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ દ્વારા નાગરિકો પર કારણ વગર જોહુકમી કરવાનો આક્ષેપ કર્યો છે. વીરજી ઠુંમરે આ મામલે સીએમ રૂપાણીને પત્ર લખી રજૂઆત કરી છે. તેમણે આક્ષેપ કર્યો કે પોલીસ કારણ વગર લોકોને માર મારી રહી છે. ત્યારે જો તંત્ર અને પોલીસ જોહુકમી ચલાવશે તો પોતે ઉપવાસ પર ઉતરશે તેવી ચીમકી વીરજી ઠુંમરે ઉચ્ચારી છે.સુરત મિત્ર
*********
*સુરતમાં ગુજરાતના રત્ન કલાકારોને વતન જવા દેવાની ઉઠી માંગ*
હાલમાં શહેરોમાં ફસાયેલા લોકો પોતાના વતન જઈ રહ્યા છે ત્યારે સુરતમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના રત્ન કલાકારોને વતન જવા દેવાની માંગ ઉઠી છે. સુરત રત્ન કલાકાર વિકાસ સંઘે આ અંગે માંગ કરી છે. સુરત રત્ન કલાકાર વિકાસ સંઘે આ અંગે દસ દીવસ પહેલા જિલ્લા કલેકટરને મેલ કર્યો હતો. પણ મેલનો જવાબ ન મળતા રત્ન કલાકાર વિકાસ સંઘે સોંશિયલ મીડિયાના માધ્યમથી રાજ્ય સરકારને અપીલ કરી છે. સુરત મિત્ર
*********
*સુરતના સોશિયલ ડિસ્ટન્સિંગના અભાવ વિના જન્મદિવસની ઉજવણી ભારે પડી*
સુરતના અમરોલીમાં સોશિયલ ડિસ્ટન્સિંગના અભાવ વિના જન્મદિવસની ઉજવણી ભારે પડી છે. અને પોલીસે લાલુ જાલીમ સહિત 15 લોકોની અટકાયત કરી છે. દેશભરમાં લોકડાઉન છે. વકરતા કોરોના વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગના ચુસ્ત પાલન માટે તંત્ર પ્રયાસ કરી રહ્યુ છે. ત્યારે અમરોલીમાં સ્થાનિક માથાભારે શખ્સ ગણાતા લાલુ જાલીમના જન્મદિવસની સોશિયલ ડિસ્ટન્સિંગની અવગણના કરીને ઉજવણી કરવામાં આવી હતી. જે અંગે પોલીસને જાણ થતા પોલીસે ગુનો નોંધી 15 લોકોની અટકાયત કરી અને તપાસ શરૂ કરી.સુરત મિત્ર
******
*૨૪કલાકમાં સુરતથી મજૂરોની બસ અકસ્માતની ત્રીજી ઘટના*
ગુજરાતના સુરતથી મજૂરોને ઓરિસ્સા પાછા લઈ જઈ રહેલી બસને ઓરિસ્સામાં કલિંગા ઘાટ પાસે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એકનુ મોત થયુ છે જ્યારે બસ ડ્રાઈવર સહિત બીજા પાંચ ઘાયલ થયા છે. આ ઘટનાની ખબર પડયા બાદ સ્થળ પર પોલીસે અને ફાયર બ્રિગેડે રાહત કામગીરી શરુ કરી હતી24 કલાકમાં ત્રીજી ઘટનાબસમાં કુલ 57 લોકો સવાર હતા.જેઓ સુરતથી ઓરિસ્સા જવા માટે નિકળ્યા હતા.બસ ડ્રાઈવર આ રસ્તાથી પરિચિત નહી હોવાના કારણે અકસ્માત સર્જાયો હોવાનુ કહેવાઈ રહ્યુ છે. સુરત મિત્ર
********
*ઘરમાં રહીને તહેવારોની ઉજવણી કરવાની અપીલ*
અમદાવાદ લોકડાઉનની સ્થિતિમાં સમગ્ર દેશમાં મુસ્લિમ બિરાદરોના રમઝાનનો પર્વ ઉજવાઈ રહ્યો છે, ત્યારે રાજ્ય સરકારે લોકોને ઘરમાં રહીને જ રમઝાનના પર્વની ઉજવણી કરવા અપીલ કરી છે. રાજ્ય સરકારના સચિવ અશ્વિની કુમારે કહ્યુ કે, ગત મહિને હિન્દુ ધર્મના ચૈત્રી નવરાત્રિ, રામનવમી જેવા તહેવારોની લોકોએ લોકડાઉનની સ્થિતિમાં ઘરમાં રહીને જ ઉજવણી કરી હતી.તે રીતે મુસ્લિમો રમઝાનના પર્વની પણ ઘરમાં રહીને જ ઉજવણી કરે સુરત મિત્ર
*******
*જેલમાં કેદીઓેને બહારથી ઘા કરી પહોંચાડાય છે સિગારેટ*
રાજકોટની સેન્ટ્રલ જેલમાં લોકડાઉન વચ્ચે ફરી ચેક વખત બે મોબાઈલ, બે ચાર્જર, સીગારેટ અને માવા ભરેલા પ્લાસ્ટીકના દડાનો ઘા કરાયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. પાણી સપ્લાય કરતા કેદી વોર્ડરને આ અંગે જાણ થતા જેલતંત્રના અધિકારીઓને અને પોલીસને જાણ કરી હતી.દડામાં બાંધી મોબાઈલ, સિગારેટ પહોંચતી કરાય છે સુરત મિત્ર
**********
*કોંગ્રેસના ધારાસભ્યએ મોતને ભેટનારના વારસદાર માટે 10 લાખની સહાયની કરી માંગ*
અમદાવાદના દાણીલીમડાના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે કોવિડ-19ને કારણે મોતને ભેટનારના વારસદારને 10 લાખની સહાય ચૂકવવાની માંગણી કરી છે. શૈલેષ પરમારે આ મુદ્દે પીએમ મોદી તેમજ સીએમ રૂપાણીને પત્ર લખ્યો છે. શૈલેષ પરમારે પત્રમાં જણાવ્યું કે કોરોનાને કારણે મોતને ભેટતા ગરીબ દર્દીના પરિવારોએ જીવનનિર્વાહ કરવો મુશ્કેલ બની જાય છે. આથી સરકાર મૃત્યુ પામનારના વારસદારને 10 લાખની સહાય ચૂકવે.સુરત મિત્ર
*********
*રાજ્યમાં કોરોનાના નવા 374 પોઝિટિવ કેસઃ 28 લોકોનાં મોત*
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં કોરોના વાયરસના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. અત્યારસુધી કોરોના વાયરસનો કુલ આંકડો 5000 ને પાર પહોંચી ગયો છે. સરકાર દ્વારા સ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખતા રેડ ઝોન, ઓરેન્જ ઝોન અને યલો ઝોન જાહેર કરવામાં આવ્યા છે.અમદાવાદમાં આજે 274 કેસ, વડોદરા અને સુરતમાં 25, ગાંધીનગર 3, પાટણ 1, બનાસકાંઠા 7, મહેસાણા 21, બોટાદ 3, દાહોદ-અરવલ્લીમાં એક-એક કેસ, મહીસાગરમાં 10 કેસ તો દેવભૂમિ દ્વારકામાં 3 પોઝિટિવ કેસ નોંધાયા છે.સુરત મિત્ર
**********
*કશ્મીર એન્કાઉન્ટરમાં ભારતે બાહોશ કર્નલ-મેજર સહિત પાંચ જવાન ગુમાવ્યા*
નવી દિલ્હીઃ જમ્મુ અને કશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશના હંદવાડા ખાતે થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર હૈદરને ઠાર કર્યો છે. આતંકવાદી હૈદર પાકિસ્તાનનો રહેવાસી હતો. પરંતુ, ગઈ કાલે સાંજથી ઉત્તર કાશ્મીરના હંદવાડામાં ચાલી રહેલા એન્કાઉન્ટરની નિરાશાજનક બાબત એ છે કે એમાં એક કર્નલ, એક મેજર અને બે જવાન સહિત પાંચ જણ શહીદ થયા છે. શહીદ થયેલાઓમાં જમ્મુ-કાશ્મીર પોલીસના એક સબ-ઇન્સ્પેક્ટર પણ સામેલ છે.સુરત મિત્ર
*********
*વડોદરા શહેરમાં પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ સહિત નવા 26 પોઝિટિવ*
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. ત્યારે વડોદરા શહેરમાં પણ નવા કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે. વડોદરામાં સિટી પોલીસ સ્ટેશનના પીસીઆર વાનના ડ્રાઇવર સહિત આજે કોરોનાના વધુ ૨૫ કેસ નોંધાયા હતા. તે સાથે વડોદરામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો ૩૫૦ થઇ ગયો છે. ખુબ ઝડપથી વધી રહેલા કોરોના પોઝિટિવ કેસના કારણે તંત્રની ચીંતા વધી ગઇ છે. સુરત મિત્ર
********
*આજથી સ્ટાર પ્લસ ચેનલ પર ફરીથી જોવા મળશે રામાયણ*
લોકોના મનોરંજન માટે હાલ રામાનંદ સાગરની રામાયણ સીરિયલ ચર્ચાને વિષય બની ગયો છે. હવે દૂરદર્શન બાદ સ્ટાર પ્લસ પર એનુ પ્રસારણ થવા જઈ રહ્યું છે. લૉકડાઉન વચ્ચે ખુશીના સમાચાર છે. ૪થીમે રાત્રે 9:30 વાગ્યે તમે ફરીથી સીરિયલ જોવાનો લાભ લઈ શકો છો જે ફૅન્સ દૂરદર્શન પર શરૂથી રામાયણ જોઈ નથી શક્યા, એમના માટે ફરીથી રામાયણ સીરિયલ જોવાનો અવસર મળી રહ્યો છે.સુરત મિત્ર
********
*નોકરીની ખોટ પડી તિરુપતી બાલાજી મંદિરમાં 1300 કર્મચારીઓને હટાવ્યા*
લોકડાઉનની અસર દેશના સૌથી ધનવાન મંદિર પર પણ પડી છે. આંધ્રપ્રદેશના તિરુપતી બાલાજી મંદિરમાં કામ કરી રહેલા 1300 કર્મચારીઓને હટાવી દેવામાં આવ્યા છે. આ કર્મચારીઓનો કોન્ટ્રેક 3 એપ્રિલે ખતમ થઈ રહ્યો છે. અને આ કોન્ટ્રાક્ટને 1 મેથી મંદિર ટ્રસ્ટે રિન્યૂ નહીં કરવા જણાવ્યુ છે.મંદિર ટ્રસ્ટે આપ્યો લોકડાઉનનો હવાલો હકીકતમાં જોઈએ તો, તિરુપતી બાલાજી મંદિર પ્રશાસને કોન્ટ્રાક્ટ પર કામ કરી રહેલા 1300 કર્મચારીઓને 1 મેથી કામ પર આવવાની ના પાડી દીધી છે.
સુરત મિત્ર
********
*મોબાઇલ લેપટોપની ઓનલાઈન ડિલીવરીને મંજૂરી*
મુંબઈઃ જો તમે ઓનલાઇન મોબાઇલ અથવા અન્ય ઇલેક્ટ્રોનિક્સ માલસામાન ખરીદવા ઇચ્છતા હો તો તમારે આવતી કાલે, સોમવારથી વધુ રાહ જોવી નહીં પડે, કારણ કે કેન્દ્ર સરકારે ઈ-કોમર્સ કંપનીઓને ચોથી મેથી બિનજરૂરી ચીજવસ્તુઓની ડિલિવરીની મંજૂરી આપી છે. જોકે આ શરતી મંજૂરી છે.કેન્દ્ર સરકારે ચોથી મેથી એમેઝોન, ફ્લિપકાર્ટ, પેટીએમ મોલ સહિત બધી ઈ-કોમર્સ કંપનીઓને બિનજરૂરી માલસામાનની ડિલિવરી કરવાની મંજૂરી આપી દીધી છે, સુરત મિત્ર
*********
*સુરતથી પરપ્રાંતીયોને લઈને બે ટ્રેન UP રવાના થઇ*
સુરત. સુરતમાં રહેતા ઓડિશાવાસીઓ માટે સુરતથી એક ખાસ ટ્રેન ઓડિશા સુધી દોડાવવામાં આવી હતી. પાંડેસરા ખાતે ચેક કર્યા બાદ ઓડિશાવાસીઓને રેલવે સ્ટેશન લઈ જવા માટે બસોમાં બેસાડવામાં આવ્યા હતા. આ માટે 45 જેટલી બસની વ્યવસ્થા કરાઈ હતી.કોરોના વાઈરસના પગલે દેશમાંલાખો પરપ્રાંતીયો ગુજરાતના વિવિધ શહેરોમાં ફસાયા છે. આ પરપ્રાંતીયોને માદરેવતન પરત મોકલવા માટે કેન્દ્ર સરકારે જાહેરાત કરતાં સ્થાનિક તંત્ર દ્વારા પણ તેની કામગીરી શરૂ કરાઈ હતી. જેના ભાગ રૂપે શનિવારે ગુજરાતમાંથી બે ટ્રેન ઉત્તર પ્રદેશ અને ઓડિશા જવા માટે રવાના થઈ છે. આ બંને ટ્રેનોમાં આશરે કુલ 2500 જેટલા પરપ્રાંતિઓ માદરેવતન જવા માટે રવાના થયા છે. આ બંને ટ્રેનો પૈકી એક ટ્રેન અમદાવાદ સાબરમતી રેલવે સ્ટેશનથી અને બીજી સુરતથી ઉપડી હતી.સુરત મિત્ર
*******
*ડાંગમાં પોલીસે રેડ કરી પાન મસાલાનો જથ્થો કર્યો જપ્ત કર્યો*
રાજ્યમાં લોકડાઉન અમલ દરમિયાન પાનમસાલા ગુટખાના વેચાણ ઉપર પ્રતિબંધ છે ત્યારે, ડાંગ જિલ્લા પોલીસે રેડ કરી પાનમસાલાના જથ્થા સાથે 2 આરોપીને ઝડપી લીધા છે. આહવા પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે સંયુક્ત રીતે રેડ કરતા તાજ બેકરીના મેન્યુફેક્ચરિંગ યુનિટમાં મોટા પ્રમાણમાં પાન મસાલાનો છૂટક જથ્થો મળી આવ્યો. સાથે કેટલાક ગુટકાના પાનમસાલાના ખાલી પાઉચ પણ મળી આવ્યા. પોલીસ રેડ દરમિયાન તાજ બેકરીનાં યુનિટમાં કેટલાક કર્મચારીઓ ખાલી પાઉચમાં પાનમસાલા ભરતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા.પાન મસાલાની કુલ કિંમત 4,93,800 કબજે લઈ કાર્યવાહી હાથ ધરી છે. સુરત મિત્ર
*********
*ભાજપ મહામંત્રી અને તેમના ધર્મપત્ની આવ્યા કોરોનાની ઝપેટમાં*
પૂર્વ મંત્રી અને અમદાવાદ જિલ્લા ભાજપ મહામંત્રી માધુભાઇ ઠાકોર અને તેમના ધર્મપત્ની કોરોના પોઝિટીવ આવ્યો છે. તેમને સારવાર માટે શહેરની SVP હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા છે.સુરત મિત્ર
*******
*વેરાવળમાં ગરીબ પરિવારોને અપાતી કીટમાં સડેલા બટાકા ડુંગળી મળ્યા*
વેરાવળમાં લોકડાઉનની મહામારીને પગલે માગણી કરવામાં આવતાં કલેક્ટરે ગરીબ અને પછાત એવા પરિવારો માટે ૫૦ રાશન કીટ મોકલી હતી, એમાંથી ડુંગળી અને બટાકા સડેલા તેમ જ તેલ ગંધાતું જણાઈ આવતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.સડેલી વસ્તુ નિકળતા કલેક્ટરને કરી રજૂઆત
૫ હજારની વસતી ધરાવતા ભાલકા વિસ્તારમાં સરકાર કે સાંસદ, ધારાસભ્ય કે કોઈ સંસ્થા દ્વારા જ્યા કોઈ પ્રકારની મદદ પહોંચી નથી એવી સમસ્ત હાડી સમાજ દ્વારા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. સુરત મિત્ર
**********
*અંબાજી ગબ્બરના ત્રણ મંદિરોમાં ચોરીનો પ્રયાસ*
અંબાજી ગબ્બરના ત્રણ મંદિરોમાં ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કેટલાક તસ્કરોએ તિજોરીઓ તોડી હતી અને ચોરી કરવાનો પ્રયાસ કર્યો બનેલી આ ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. શનિવારે સવારે ત્રણ મંદિરોના તાળા તૂટતા મંદિર ટ્રસ્ટમાં ભાગદોડ મચી ગઈ છે. આ અંગે અંબાજી પોલીસ સ્ટેશનને જાણ કરતા પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે આવીને તપાસ હાથ ધરી હતી. તિજોરી ખુલ્લી હોઈ મહારાજ દ્વારા મંદિર ટ્રસ્ટને જાણ કરવામાં આવી હતી. જો કે આ તિજોરીમાં કોઈ કિંમતી ચીજ વસ્તુ કે રોકડ રકમ ન હોવાથી ચોરોને કંઈ હાથે લાગ્યું ન હતું.
********
*સુરતમાં નાનપુરા વિસ્તારમાં*
સુરતમાં નાનપુરા વિસ્તાર રેડ ઝોન હોવા છતા નિયમોને નેવે મુકી નમાઝ પઢવા જતા તમામની ધરપકડ કરાઇ સુરત મિત્ર
******
*ઘઉં, ચોખા અને ચણાદાળનું વિતરણ થશે*
અંત્યોદય-અગ્રતા ધરાવતા પરિવારોના ૬૮.૮૦ લાખ કાર્ડધારકોને સતત બીજીવાર મે મહિનામાં વિનામૂલ્યે અનાજ વિતરણ કરાશે આશરે ૩ કરોડ ૩૬ લાખ જનસંખ્યાને મળશે લાભ ૧૭મી મેથી અનાજ વિતરણનો પ્રારંભ ઘઉં, ચોખા અને ચણાદાળનું વિતરણ થશે.
***********