ટીવાય બીકોમમાં અભ્યાસ કરતા આશાસ્પદ યુવાન વિદ્યાર્થીનું નામ ઓનલાઇન રિઝલ્ટ પણ નહીં આવતાં યુવકે કેનાલમાં ભૂસકો મારી આત્મહત્યા કરતાં ચકચાર.
ગરૂડેશ્વર તાલુકાના સમશેરપુરા ગામની ઘટના.
રાજપીપળા,તા. 1
હાલ નર્મદા જિલ્લામાં કોરોના જતા કેસોને વધતા જતા મરણના આંકડાથી લોકોના માનસિક રીતે દુઃખી છે. ત્યારે એવા સંજોગમાં ટીવાય બીકોમમાં અભ્યાસ કરતા આશાસ્પદ યુવાન વિદ્યાર્થીનું નામ ઓનલાઇન રીઝલ્ટમાં નહીં આવતા તેને લાગે આવતા આ યુવાને કેનાલમાં ભૂસકો મારી આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. ગરૂડેશ્વર તાલુકાના સમશેરપુરા ગામના યુવકે કરેલી આત્મહત્યાથી સમશેરપુર ગામમાં ઘેરા શોકમાં મોજું ફરી વળ્યું હતું.
બનાવની વિગત મુજબ મરનાર મોહિત કુમાર ચંદુભાઈ સોલંકી (ઉં. વ.23 રહે,શક્તિવિજય સોસાયટી) ટીવાય બીકોમમાં અભ્યાસ કરતો હતો તેને પરીક્ષા માટે ખૂબ મહેનત કરે તૈયારી પણ કરી હતી.પણ જ્યારે તેનું રિઝલ્ટ આવ્યું અને તેને ઓનલાઇન રિઝલ્ટ જોવું ત્યારે તેનું લિસ્ટમાં નામ ન દેખાતા પોતે હતાશ થઈ ગયો હતો. તેથી તેને મનમાં લાગી આવતા ઘરેથી ટુવિલર ગોડકોઈ બ્રિજ પાસે ટુ વ્હીલર મૂકાયું અને નર્મદા કેનાલમાં ભૂસકો મારી કેનાલના પાણીમાં ડૂબી જતા તેનું મોત નીપજયું હતું.આ બાબતની જાણ ચંદુભાઈ ધનજીભાઈ સોલંકી (રહે,શક્તિવિજય સોસાયટી) પોલીસને કરતા ગરુડેશ્વર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઘટના થી સમશેરપુરા ગામ ઘેરા શોકનું મોજુ ફરી વળ્યું છે.
રિપોર્ટ :જ્યોતિ જગતાપ,રાજપીપળા