છેલ્લા પાંચ વર્ષથી આમલેથા પોલીસ સ્ટેશન વિસ્તારના છેતરપિંડીના ગુનામાં આ કામનો નાસતો ફરતો આરોપી ને મુંબઈથી ઝડપી પાડતી એલસીબી નર્મદા.

છેલ્લા પાંચ વર્ષથી આમલેથા પોલીસ સ્ટેશન વિસ્તારના છેતરપિંડીના ગુનામાં આ કામનો નાસતો ફરતો આરોપી ને મુંબઈથી ઝડપી પાડતી એલસીબી નર્મદા.
રાજપીપળા, તા. 4
છેલ્લા પાંચ વર્ષથી આમલેથા પોલીસ સ્ટેશન વિસ્તારના છેતરપિંડીના ગુનામાં નાસતો ફરતો આરોપીને મુંબઇથી એલસીબી નર્મદા પોલીસે ઝડપી પાડેલ છે.જેમાં એ.એમ.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી તથા તેમના સ્ટાફના ઓ દ્વારા જિલ્લાના ગુનાના કામે નાસતા ફરતા આરોપીઓની કેસ ડાયરીઓનો અભ્યાસ કરી ટેકનિકલ સર્વેલન્સ તેમજ ખાનગી બાતમી પરથી બાતમી મેળવી જિલ્લાના આમલેથા પોલીસ મથક વિસ્તારમાં આ ગુનાના કામના નાસતા ફરતા આરોપી હેમંતભાઈ (રહે, મુંબઈ એ -10 સત્યવિજય શોપિંગ સેન્ટર, ઘોડવેનાકા, બીપી રોડ,કંજરી ટ્વીટ,ભયંદર, ઈસ્ટ થાણે ( મુંબઈ) છેલ્લા પાંચ વર્ષથી નાસતો ફરતો હતો.જેને ટેકનિકલર તથા ખાનગી બાતમી દાળથી બાતમી મેળવી મુંબઈ ખાતેથી ઝડપી ગુનાના કામે આમલેથા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે.
આ આરોપી મુંબઇ એલ.ટી. માર્ટ, મુંબઈ ડી.બી. માર્ટ પોલીસ મથક તથા,3 સિવિલ કોર્ટ, સુરતના નેગોસીએબલ કેસના વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા વોન્ટેડ આરોપી હતો.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ,રાજપીપળા