નર્મદામાં ચકલીઓની સંખ્યા વધી, લોકજાગૃતિ ને કારણે ચકલીઓને સંખ્યામાં વધારો થયો.

નાંદોદ તાલુકાના નાનકડા તરસાલ ગામના પક્ષીપ્રેમી આદિવાસી બાબુભાઈ તડવીના આ નિધન પછી તેના માળાઓ સૂના પડ્યા,
ઘટતી જતી ચકલીઓની સંખ્યા વધારવા કોઈ પણ જાતના સ્વાર્થ વિના નિસ્વાર્થ ભાવે જાતે ચકલીઓના બાબુભાઈ ચકલીઓના માળા બનાવતા બાબુભાઇને નર્મદા વાસીઓને શ્રદ્ધાંજલિ,
રાજપીપલા, તા. 21
20મી માર્ચે ચકલી દિવસ નર્મદામાં ઉજવાયો પણ દર વર્ષે 365 દિવસ ચકલી દિવસ મનાવતા નાંદોદ તાલુકાના નાનકડા તરસાલ ગામના પક્ષીપ્રેમી આદિવાસી બાબુભાઈ તડવી આ વર્ષે નિધન થયા પછી તેમણે બનાવેલ માળાઓ સુના પડયા હતા, સાપ કરડવાથી બાબુભાઈ નું મોત થયા પછી ઘરે ઘરે જાતે ચકલીના માળા ટીનગાળતા બાબુભાઈના પક્ષીપ્રેમી ને આજે લોકોએ યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ઘટતી જતી ચકલીઓની સંખ્યા વધારવા કોઈ પણ જાતના સ્વાર્થ વિના નિસ્વાર્થભાવે જાતે ચકલીઓના માળા બનાવતા બાબુભાઈની નિઃસ્વાર્થ સેવાને આજે પણ લોકો યાદ કરે છે.
બાબુભાઈ ચકલીઓની સંખ્યા વધારવા નદીમાં પધરાવી માતાજીની જુની માટલિયો નદીમાંથી ઘરે લઈ આવતા અને ફેંકી દીધેલ બુટ ચંપલ ના ખોખા ની લાવી જુના ખોખામાંથી કાના પાડી ને ચકલી ઘર બનાવતા. ઉપરાંત સુકાયેલા તુંબડા માં કાના પાડી લટકાવેલા માળાઓમાં ચકલીઓ વસવાટ કરવા લાગતી હતી. બાબુભાઈ અત્યાર સુધીમાં બે હજારથી વધુ માળાઓ બનાવ્યા હતા. જેમાં અસંખ્ય ચકલીઓ એ પોતાનો વસવાટ કરી ચકલીઓ એ બચ્ચાને જન્મ આપતા ક્રમસ: ચકલીઓની સંખ્યા વધી રહી છે. તે જોવા આજે બાબુભાઈ હયાત નથી તેનું સૌને દુઃખ છે. ચકલી દિવસ તરસાલ ગામના લોકોએ તેને સાચી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.


રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા