પાલતુ કુતરાના મોતના આઘાતમાં માલિકે પણ ગળે ફાંસો ખાઈને કરી લીધી આત્મહત્યા

જાનવર પ્રેમીઓ માટે પાલતૂ જાનવર પરિવારના સભ્યની માફક હોય છે, આ વાત દરેક વ્યક્તિ માને છે,જેના ઘરે કોઇ પશુ રહે છે. આવા જ એક પરિવારમાં પાલતૂ કુતરાના મોતથી આઘાત પહોંચતા કુતરાના માલિકે ગળે ફાંસો ખાઇ ને આત્મહત્યાં કરીને પોતાનો જીવ ગુમાવી દીધો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. છિંદવાડાના 43 વર્ષીય સંજીવ મંડેલે પોતાનાં પાળેલા વફાદાર કૂતરા કલૂના મોત બાદ આ પગલું ભર્યું હતું.

આઘાતમાં દારૂ પીધો અને લગાવી દીધી ફાંસી

કલૂના મોતના સમાચાર સાંભળીને સંજીવે ખૂબ દારૂ પીધો અને પોતાના કુતરાના મોતના 24 કલાકની અંદર પોતે જીવ ગુમાવી દીધો. સંજીવ મંડલના પુત્ર અમન મંડલે જણાવ્યું કે તેમના પિતા કલૂને સગા સંતાન કરતાં વધુ પ્રેમ કરતા હતા.

વળી સંજીવ અને કલું એકબીજા વિના જમતા પણ નહતા.

પુત્ર અમને જણાવ્યું કે તેમના પિતાને કલ્. સાથે એટલો લગાવ હતો કે થોડા દિવસો પહેલાં તેણે કલૂને માર્યો તો તેમના પિતા નારાજ થઇ ગયા હતા. પરિવારજનોના જણાવ્યા અનુસાર તેમનો કુતરો અને સંજીવ બંને એકબીજા વિના રહી શકતા ન હતા. એટલું જ નહી બંને એકબીજા વિના જમતા પણ નહી. સંજીવ જ્યાં જતો હતો તેમનો કૂતરો પણ જતો હતો. પાલતુ સાથી પણ હંમેશા સાથે જ રહેતો હતો.