નર્મદામાં બહુ ગાજેલી ઇકો સેન્સિટીવ નો મુદ્દો હવે લોકસભામાં ચર્ચા છે.

નર્મદામાં બહુ ગાજેલી ઇકો સેન્સિટીવ નો મુદ્દો હવે લોકસભામાં ચર્ચા છે.
નર્મદા જિલ્લાના 121 ગામો માધ્યમથી ઈકો સેન્સીટીવ ઝોન માંથી બાદ કરવા સાંસદ મનસુખ વસાવાએ લોકસભામાં ચર્ચા કરવાની માંગ કરી.
સંસાદે લોકસભાના મહાસચિવને પત્ર લખીને ચર્ચાનાં મુદ્દાઓ જણાવ્યા.
આદિવાસી વિસ્તાર નર્મદા જિલ્લામાં શાંતિ અને વિકાસ માટે ઈકો સેન્સીટીવ ઝોન અને તાત્કાલિક અસરથી રદ કરવાની માગ.
રાજપીપળા,તા. 4
નર્મદા જિલ્લામાં ભાજપ, કોંગ્રેસ, બીટીપી સહિત બહુ ગાજેલો અને ગુજરાત સરકારમાં જેના પડઘા પડ્યા હતા એવા ઈકો સેન્સીટીવ ઝોન નો ગંભીર મુદ્દો હવે લોકસભામાં ગાજશે. નર્મદા જિલ્લાના 121 ગામો મધ્યથી ઈકો સેન્સીટીવ માંથી બાદ કરવા સાંસદ મનસુખ વસાવાએ લોકસભામાં ચર્ચા કરવાની માંગ કરી છે.આ અંગે લોકસભાના મહાસચિવ ને પત્ર લખીને લોકસભાના સત્રમાં નિયમ 377 ઇકો સેન્સિટીવ મુદ્દે લોકસભામાં ચર્ચા કરવાની માંગ કરી છે. અને ચર્ચાનાં મુદ્દાઓ જણાવ્યા છે. અને આદિવાસી વિસ્તાર નર્મદા જિલ્લામાં શાંતિ અને વિકાસ માટે ઈકો સેન્સીટીવ ઝોન અને તાત્કાલિક અસરથી રદ કરવાની માંગ કરી છે.
સાંસદ મનસુખ વસાવાએ ઈકો સેન્સીટીવ મુદ્દે રજૂઆત કરવાના છે. તેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતના મારા સંસદીય ક્ષેત્ર ભરૂચના અંતર્ગત નર્મદા જિલ્લામાં અસંખ્ય આદિવાસી લોકો નિવાસ કરે છે અને પોતાની આજીવિકા માટે લોકો વનપોર્જોની સાથે પશુપાલન પર પણ નિર્ભર રહે છે. નર્મદા જિલ્લાના 121 ગામો ભારતના રાજપત્ર ના માધ્યમથી ઇકો સેન્સિટીવ ઝોનમાં સમાવેશ કરવામાં આવે છે. ઇકો સેન્સિટીવ ઝોનમાં સામેલ ગામોમાં ખેડૂતોની વિવિધ માલિકીની હક વાળી જમીન સરકારી લોકો દખલ કરવાનો શરૂ કરી દેશે ઇકો સેન્સિટીવ ઝોનમાં સમાવેશ થયેલ ગામો સીધા સરકારી દખલના લીધે આદિવાસીઓની આર્થિક ગતિવિધિઓની સિદ્ધ થવાની સાથે એમના સામાજિક વિકાસ અને આજીવિકા ને નુકસાન કરવાનો ખતરો છે.દેશના આ વંચિત વર્ગ સરકારથી પોતાની જંગલ અને જમીન પર છેડછાડ વગર પોતાના કલ્યાણ અને વિકાસની અપેક્ષા રાખે છે.
નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ની આજુબાજુના વિસ્તારની સાથે જ વિકાસ થઈ રહ્યો છે. માલસામોટ આદિવાસી વિસ્તારને પણ ઈકો સેન્સીટીવ ઝોન આ વિસ્તારમાંથી તત્કાળ મુક્ત કરવામાં આવે આવશ્યકતા આવે છે. આ વિષય પર સરકારો મારો આગ્રહ છે કે આદિવાસી બાહુલ્ય નર્મદા જિલ્લામાં શાંતિ અને વિકાસ માટે ઈકો સેન્સીટીવ ઝોનની સૂચના ને તાત્કાલિક રદ કરવાની માંગ કરી છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા