*આજે બોળચોથ: ગૌ માતા અને વાછરડાનું પૂજન કરતી સૌભાગ્યવતી મહિલાઓ*

આજે બોળચોથના પવિત્ર દિવસથી શ્રાવણના સાતમ-આઠમ તહેવારનો પ્રારંભ થાય છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ આજે ગૌ માતાનું પુજન કરી પરિવારનું સુખમય આરોગ્ય, સમૃઘ્ધિની પ્રાર્થના કરી પુણ્ય કમાશે. ગાય અને તેના વાછરડાને ભોજન કરાવી તીલક કરી પુજન કરશે. ઘણી સ્ત્રીઓ મંદીરમાં ગૌશાળાઓમાં તો ઘણી મહીલાઓ શેરી ગલીની ગાયોનું પુજન કરી ધન્યતા અનુભવશે. મહિલાઓ દ્વારા ગૌમાતાનું પુજન કર્યા બાદ તેઓ મગ અને રોટલાનો પ્રસાદ ગ્રહણ કરે છે અને આ દિવસે સમારેલું શાક અને ઘઉંની વાનગી નહીં ખાવાની તેવી માન્યતા છે. આમ, હિન્દુ સંસ્કૃતિમાં અનેક પર્વનું કઈંક અનોખુ મહત્વ હોય છે.