રાજપીપળામાં નેશનલ ચિલ્ડ્રન સાયન્સ સ્પર્ધામાં કોરોના રોગ પ્રતિકારક શક્તિ વધારતી કૃતિ રાષ્ટ્રીય કક્ષાએ પહોંચી.

રાજપીપળામાં નેશનલ ચિલ્ડ્રન સાયન્સ સ્પર્ધામાં કોરોના રોગ પ્રતિકારક શક્તિ વધારતી કૃતિ રાષ્ટ્રીય કક્ષાએ પહોંચી.
બોરિંદ્રા પ્રાથમિક શાળાનું કોરોનામાં આયુર્વેદિક ઉકાળાનું પ્રોજેક્ટ પ્રથમ નંબરે આવ્યો જે હવે રાષ્ટ્રીય કક્ષાએ રજૂ થશે.
રાજપીપળા, તા.3
મંથન લોક વિજ્ઞાન કેન્દ્ર રાજપીપળા દ્વારા તાજેતરમાં લેવાયેલ ઓન લાઇન સ્પર્ધામાં બોડીદ્રા ની ધોરણ – 8 ની બાળાઓએ અલગ અલગ બે સંશોધન પ્રોજેક્ટ રજૂ કર્યા હતા.શાળાના મુખ્ય શિક્ષક અનિલ મકવાણાના માર્ગદર્શન હેઠળ જયાબેન વસાવા ધોરણ-8 એ પોતાની શૈલીથી કોરોના જેવી વૈશ્વિક મહામારી મા સામાન્ય થતી શરદી,ખાંસી અને તાવમાં રાહત મળે તેવા હેતુથી રોગપ્રતિકારક શક્તિ માટે આયુર્વેદિક ઉકાળા ના મહત્વનો અભ્યાસ સંશોધન પ્રોજેક્ટ રજૂ કર્યો હતો.જેની સાથે નર્મદા જિલ્લાના કુલ 6 પ્રોજેક્ટ રજૂ થયા હતા હોય,જેમાં કોરોના માં સૌથી ગુણકારી એવા આયુર્વેદિક ઉકાળો કેવી રીતે બને એના ફાયદા ને લઈને નિર્ણાયકો દ્વારા આ કૃતિને રાષ્ટ્રીય કક્ષા માટે પસંદગી પામી છે.
આ વર્ષે કોરોના કારણે લઈને ઓનલાઇન સ્પર્ધા રાખવામાં આવી હતી જેમાં ઓનલાઇન પ્રોજેક્ટ મંગાવવામાં આવ્યા હતા.જેમાં અંતરિયાળ શાળાઓએ વિડિયો દ્વારા જિલ્લા કક્ષાએ પોતાના પ્રોજેક્ટ મોકલ્યા હતા.જેમાં મંથન લોક વિજ્ઞાન કેન્દ્ર રાજપીપળા આયોજિત એનસીએસસી ઓનલાઇન કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે અમિષાબેન પવાર અને બેંગ્લોરના ડો.શિખર સારાભાઈએ 49 પ્રોજેક્ટ ને જોઈ 6 પ્રોજેક્ટ ની પસંદગી રાજ્ય કક્ષાએ પહોંચીએ માટે પસંદગી કરી છે. સમગ્ર આયોજન ગુજકોસ્ટ ગુજરાતના કથર કોઠારી અને મંથન લોકવિજ્ઞાન કેન્દ્રના જિલ્લા કોર્ડિનેટર ભરત ડોડીયા અને કલ્પના રાજવાડી દ્વારા કરવામાં આવ્યું હતું.

રિપોર્ટ :જ્યોતિ જગતાપ,રાજપીપળા