રાજપીપળાની બેંક ઓફ બરોડામાં હકડેઠઠ ભીડ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા.
બેંકની બહાર અને અંદર પણ હકડેઠઠ ભીડ.
રાજપીપળા,તા.3
રાજપીપળા સ્ટેશન રોડ પર આવેલ બેંક ઓફ બરોડામાં ગ્રાહકોની હકડેઠઠ ભીડ જામી હતી. બેંકની બહાર અને બેન્ક ની અંદર લાંબી લાંબી કતારો વચ્ચે સોશિયલ સાયન્સના રીતસરના ધજાગરા ઉડયા હતા.કોઈપણ જાતનું સોશિયલ ડિસ્ટન્સ જળવાતું ન હતું.કેટલાકે તો માસ્ક પણ પહેર્યા નહોતા.આવી ભીડમાં કોરોના સંક્રમણ થવાની દહેશત વચ્ચે ગ્રાહકો બેંકમાં આવી ભીડમાં થી અંદર જવા માટે પણ ફફડાતા હતા. આ બેંકમાં દેના બેંક બરોડા બેંક માં મર્જ થઈ ગયેલ હોવાથી સવારથી જ બંને બેંકના ગ્રાહકોની લાંબી લાંબી કતારો લાગેલી હોય,અંદર એટીએમ મશીનમાં પણ એટલી જ ભીડ હોય છે.લોકો જાણે કોરોના નાબૂદ થઈ ગયો હોય તેમ સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરતા નથી.ઘણા માસ્ક પણ પહેરતા નથી,ભીડ જોઈને ઘણા ગ્રાહકો બેંક માં આવતા નથી,ત્યારે સતાધીસો સોશિયલ ડિસ્ટન્સ ના નિયમોનું કડક પાલન કરાવે તેવી ગ્રાહકોને માંગ છે.
રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા