દેશના ચીફ ઇલેક્શન કમિશનર સુનિલ અરોરા સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા આરોગ્ય વન ની મુલાકાત લીધી.

દેશના ચીફ ઇલેક્શન કમિશનર સુનિલ અરોરા સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા આરોગ્ય વન ની મુલાકાત લીધી.
રાજપીપળા,તા. 3
ભારતના મુખ્ય ચૂંટણી આયુક્ત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.તેઓએ 17 એકરમાં પથરાયેલા આરોગ્યની પણ મુલાકાત લીધી ત્યાં ઉછેરવામાં આવેલ ઔષધી વનસ્પતિ વિશે માહિતી મેળવી હતી. સ્થાનિક ગાઈડે દ્વારા આરોગ્ય વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.ઉપરાંત સ્થાનિક મહિલા ગાઇડ દ્વારા વનસ્પતિ ઔષધીની સંસ્કૃત ભાષામાં માહિતી આપવામાં આવી હતી.જેનાથી સુનિલ અરોરા પ્રભાવિત થયા હતા.આ મુલાકાતમાં વનવિભાગના અધિક મુખ્ય સચિવ ડો.રાજીવ ગુપ્તા પણ જોડાયા હતા.
રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા