ઉત્તર ભારતમાં શીત લહેર અને ધુમ્મસની અસર અમદાવાદ આવતી-જતી ફ્લાઇટો પર પણ જોવા મળી છે. અમદાવાદ આવતી-જતી 8 ફ્લાઇટ રદ અને 6 ફ્લાઇટ 45 મિનિટ કરતા મોડી પડી હતી. ફ્લાઇટો મોડી અને કેન્સલ થવાને કારણે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મોડી પડનારી ફ્લાઇટોમાં 3 સ્પાઇસ જેટની, 1 ઇન્ડિગોની અને 3 ગોએરની છે. જ્યારે સ્પાઇસ જેટની સૌથી વધુ 6 અને ઇન્ડિગોની 2 ફ્લાઇટો કેન્સલ થઇ હતી. ઠંડીને કારણે કેન્સલ થયેલી ફ્લાઇટો દરેક રિજનની જોવા મળી રહી છે.
સ્પાઈસ જેટ-ગો-એરની સૌથી વધુ 3-3 ફ્લાઈટ
ઇન્ડિગો
અમદાવાદ-લખનૌ – 55 મિનિટ
ગો-એર
અમદાવાદ-વારાણસી – 49 મિનિટ
વારાણસી-અમદાવાદ – 49 મિનિટ
ચંદીગઢ-અમદાવાદ – 48 મિનિટ
સ્પાઇસ જેટ
અમદાવાદ-દુબઇ – 1.20 કલાક
અમદાવાદ-જેદ્દાહ – 2.30 કલાક
પટણા-અમદાવાદ – 55 મિનિટ
આ ફ્લાઈટ રદ
સ્પાઇસ જેટ
અમદાવાદ-વારાણસી
અમદાવાદ-જમ્મુ
અમદાવાદ-કોચી
વારાણસી-અમદાવાદ
જમ્મુ-અમદાવાદ
કોચી-અમદાવાદ
ઇન્ડિગો
અમદાવાદ-મુંબઇ
મુંબઇ-અમદાવાદ