રાજપીપળામાં ઘરફોડ ચોરી ડિટેક્ટ કરી બે આરોપીઓને ઝડપી પાડતી એલસીબી નર્મદા પોલીસ.
રોકડ રકમ રૂ.12980 /-રિકવર કરાઈ.
રાજપીપળા, તા. 30
નર્મદા જિલ્લામાં બનતા મિલકત ગુનાના કામે બાતમીદારો રોકી ગુના ડિટેક્ટર કરવા એલસીબી પીઆઇ એમ પટેલે જણાવતા અ.હે.કો અશોકભાઈ ભગુભાઈ તથા અ.હે.કો વિજયભાઈ ગુલાબસિંગ એ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં આ ગુનાના કામે બાતમી મળેલ કે રાજપીપળા કસ્બાવાડ ખાતે રહેતા જુનેદ સલીમભાઈ મન્સૂરી તથા અરબાદ સકિલભાઈ મન્સૂરી કરેલ હોવાની ચોક્કસ બાતમીના આધારે બંને આરોપીઓને રાજપીપરા ખાતેથી ઝડપી આ બંને આરોપીઓને એલસીબી સ્ટાફ દ્વારા યુક્તિ-પ્રયુક્તિ થી પુછપરછ કરતા તેઓએ આ ચોરી કરેલા ની કબુલાત કરી હતી. અને આરોપીને રોકડ રકમ વિશે પૂછપરછ કરતાં તેમના ઘરમાંથી ગુનાના કામે રોકડ રૂ. 12980/- રિકવર કરી આરોપીને રાજપીપળા પોલીસને સોંપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
રિપોર્ટ: જ્યોતિ જગતાપ,રાજપીપળા