*અર્જુન મોઢવાડીયાના ટ્વિટને લઇને કોંગ્રેસમાં હડકંપ*

કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયાના ટ્વિટને લઇને કોંગ્રેસમાં હડકંપ મચ્યો છે. કોંગ્રેસના નેતાએ ગુજરાતના દિલ્હીમાં બેઠેલા નેતાઓને ટ્વિટ દ્વારા આડે હાથ લીધા હતા. અર્જુન મોઢવાડિયાએ લખ્યું છે કે ગુજરાતના કાર્યકર્તાઓને એકલા છોડીને દિલ્હીમાં બેઠા બેઠા સલાહ આપે છે. ગામડાઓ અને જીલ્લાઓમાં કાર્યકર્તાઓની જોડે કોઇ સંપર્ક નથી. ઉંચી ખુરશી પર બેસી મીડીયા દ્વારા સલાહો આપે છે.