*અમેરિકાની કંપની ભારતમાં 20 હજાર વિદ્યાર્થીઓને રોજગાર,આપશે 4 લાખ રૂપિયા સેલેરી પેકેજ*

અમેરિકી લિસ્ટેડ ઈન્ફોરમેશન ટેકનોલોજી (IT) કંપની કૉગ્નિજેન્ટ આ વર્ષે ભારતના યુવાનોને વધુ નોકરીઓ આપશે, IT કંપની કૉગ્નિજેન્ટ કેમ્પસ હાયરિંગ કરશે. કંપની ભારતમાં વધારે ટેકનિકલ ગ્રેજ્યુએટ્સને નોકરી આપવાનો વિચાર કરી રહી છે. નેસ્ડૈર લિસ્ટેડ કંપનીનું લક્ષ્ય આ વર્ષે કોલેજ કેમ્પસથી 20 હજાર વિદ્યાર્થીઓને નોકરી આપવાનુ છે. કૉગ્નિજેન્ટના CEO બ્રાયન હમ્ફ્રીજે કહ્યુ કે, વધારેમાં વધારે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ડિજિટલ રૂપથી તૈયાર થઈ રહ્યા છે. અમે 2020ના એન્જીનિયરિંગ અને વિજ્ઞાન સ્નાતકોની અમારી ભરતીમાં 30 ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે