રાજપીપળા જૈન મંદિરમાં સુમતિનાથ દાદાની સાલગીરીની ઉજવણી.
મંદિરને 9 ફુટ ઊંચી ધજા ચડાવી ધ્વજારોહણ કાર્યક્રમ નું આયોજન.
રાજપીપળા,તા. 31
રાજપીપળા જૈન મંદિરમાં 2જી ફેબ્રુઆરીએ સુમતિનાથ દાદાની સાલગીરીની ઉજવણી અનોખા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં મંદિરની ધ્વજારોહણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં 21 પોષ વદ 5 મંગળવાર 6:30 કલાકે પ્રભાતિયા ગવાશે. જેમાં સૂમતી મંડળ, સામાયિક મંડળ સંઘની બહેનો ઉપસ્થિત રહેશે. સવારે 7.15 કલાકે પક્ષાલ, ચઢાવા બોલાવવામાં આવશે. ધ્વજા 12.39 ના વિજય મુહૂર્ત પર ચઢાવાશે. સત્તરભેદી પૂજા દરમિયાન ધ્વજા ઉત્તસગમપ દાદાની ચાંદી ની આંગીના ચઢાવતા તથા અન્ય ચઢાવવા બોલાવવામાં આવશે. શીલાગીરી પ્રસંગે બુંદીના લાડુની પ્રસાદી અપાશે. વડોદરા થી પધારનાર સંગીતકાર અમિતભાઈ શાહ દ્વારા સંગીતનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે.
રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા