મોબાઇલના બંધાણીનો પ્રેમપત્ર….
વહાલી સીમુ…
ચાર વરસ જુના એન્ડ્રોઇડ હેન્ડસેન્ટના સ્ક્રીન ઉપર કોઈએ જેટલી વાર ટચ નહી કર્યો હોય, તેટલી વાર મે તારા ચહેરાને વ્હાલથી સ્પર્શ કર્યો છે.. યુ ટયૂબથી પણ વધારે મેં તને ચાહી છે.. વ્હોટસઅપથી વધારે તને ઝંખી છે.. ફેશબુકથી પણ વધારે તને વહાલ કર્યો છે..એમેઝોનના પાસવર્ડથી પણ તારી ચિંતા કરી છે.
મારા પ્રેમને ટિંડર કે ટિકટોક એટલો સસ્તો નથી બનવા દીધો. હંમેશા ઈમેઈલ જેટલોજ પવિત્ર રાખ્યો છે મારા પ્રેમને…
પણ મારા જાણવામા આવ્યુ છે કે તુ બીજી કંપનીના પોસ્ટરોને ધ્યાનથી જોઈ રહી છે.. એ કંપનીના સ્લોગનને પણ ગુનગુનાવી રહી છે.. એકાદ બે વાર તુ એ કંપનીના રિટેલ સ્ટોરનુ મુલાકાત પણ લઈ આવી છે.. તું પોર્ટ થવાનું વિચારી રહી છે..
નંબર ભલે તુ બદલવા ન માંગતી હોય, પણ યાંદ રાખજે, તને આવી કંપની તને નહિ મળે.. મારો પ્રેમ મોબાઈલ ટાવરથી પણ ઊંચો છે અને પોસ્ટપેડબિલ પણ વધારે ગહેરો છે.. એક આખુ ટાવર ખરીદી લેવાય એટલા પૈસાનું તો મે તને રિચાર્જ કરી આપ્યુ છે.. કેવળ તારા નાની બેનને જ નહિ પણ તારા ભાઇને પણ મે રિચાર્જ કરી આપ્યુ છે…તુ કયારે નવુ ડીપી બદલૈ એની રાહમા મે હુ રાતોની રાતો જાગ્યો છુ.. આખી રાતના તારા મોબાઇલના એંગેજપણાને મે નેટવર્ક પ્રોબલેમ સમજી મન મનાવ્યુ છે.. સિગ્નલ પર જયારે તે મને બ્લૌક માર્યો અને અને વોટ્સસ અપ ટેલિગ્રામ ઉપર લાસ્ટ સિન હાઈડ કર્યુ ત્યારૈ જ મને લાગ્યુ કે આપણો પ્રેમ વેલિડિટી ગુમાવી રહ્યો છે..
આપણા પ્રેમનો હેન્ડસેટ વાયરસગ્રસ્ત થઈ રહયો. આપણા સ્નેહની બેટરી ફુલી રહી છે.. સતત રિચાર્જ માગી રહી છે. આપણું ચાર્જર બગડી ગયુ છે. આપણો આપણા સંબંધનો ડેટાકેબલ ક્રેક થઈ ગયો છે. આપણા આ નેટવર્કમા કશૂક હેંગપણું આવી રહયુ છે..
હુ તો સાવ સીદો 3G ટેકનોલોજીનો માણસ છુ.. હુ તમારા 4G,5G સાથે કદમ નથી મિલાવી શકતો.. મારુ પ્રોસૈસર પણ પણ એટલું અધ્યતન નથી.છતા નવી ટેકનોલોજીની જેમ તારુ સન્માન કર્યુ છે
આ નવી નવી કંપનીઓનો બહુ ભરોસો કરવા જેવો નથી.. તને બદદુઆ પણ નથી આપી શકતો..કે તુ જયારે જયારે વિડિયો કોલિંગ કરીશ, તારું નેટવર્ક જતુ રહેશે. ખરા સમયે તારો ફોન હેંગ થઈ જશે.. મુસિબતના સમયે તારા નજીકના સગા પણ તને ચાર્જર નહિ આપે…પણ એવુ હુ કશુ પણ કહેવા માગતો નથી…
તારી આ જ ઈચ્છા હોય તો પોર્ટ થઈ ને જોઈને લે.. શરુ શરુમા બધી કંપની સારી જ હોય પછી નૈટવર્કના ધાંધિયા તો ત્યા પણ થશે.. તૂ ફરી પાછી પોર્ટ કરાવી મારી કંપની જોઈન્ટ કરી લેજે.. હુ તારી રાહ જોઈશ. તુ નહિ આવે ત્યા સુધી એક પણ એપ ડાઉનલોડ નહિ કરુ..
લિ.
તારી રાહમા તારો ડિ.પી. ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા