આવ હરખા આપણે બધા સરખા…
આ દેશ રહસ્યોથી હર્યોભર્યૌ દેશ છે… એમા ધણી રહસ્યમય જગ્યાઓ છે.. તમે કદાચ જોઈ પણ નહિ હોય .. આજે તમને ત્યાં લઈ જવા છે….
જગ્યાનું નામ ગોપિત રાખવું પડશે..લોખંડની મતપેટીઓના ડુંગરાઓની તળેટીમા આ જગ્યા આવેલી છે..
ત્યાં રાજકોટની એમ્સ હોસ્પિટલ, આપણી રો રો ફેરી, છીં પ્લેન, ઘોલેરાનું એરપોર્ટ, ચાર પાચ સ્માર્ટ સિટી,અને તેજસ ટ્રેન શિવાયના ઘણા (અડવાણી જેવા) પોતાનું બચ્યુ કુચ્યુ જીવન પસાર કરી રહ્યયા છે..
તેજસ:આ છીં પ્લેન પાછુ કયા ગયું?
ધોલેરા એરપોર્ટ :અરે મે એને કહયુ હતુ કે મારા દિકરા હુ તને રાખી લઈશ નકકામી ઊડાઉડ ના કરીશ.. તુ પણ જઈસ અને દશબારને લઈ ને જઈશ.. તારી ઉમ્મર તો જો? રંગરોગાનથી એંજિનની ઉમ્મર ના વધે…
રાજકોટ એમ્સ:પણ મારો શું વાંક?
સ્માર્ટ સિટિ:અલી વાંક કોઈનો ય નહિં નસીબનો શુ દોષ કાઢવાનો? આ મતપેટીઓના ડુંગરો જ જોને.. બોલે છે કશુય? પડયા છે ને ચૂપચાપ..
(આ સાંભળી રો રો ફેરી ધ્રુસકે ને ધ્રુસકે રોઈ પડી..)
રો રો ફેરી : મારો દરિયો ગયો.
છીં પ્લૈન:મારુ આકાશ ગયું
ધોલેરા એરપોર્ટ :મારુ સ્વપ્નુ ગયુ
તેજસ: મારા પાટા ગયા
સ્માર્ટ સિટિ:મારી ઝાકમઝોળ ગઈ…
ત્યાંજ.. ધરતીકંપ થયો હોય એમ મતપેટીનો ડુંગરો ડોલવા લાગ્યો.. એક કાટ ખાઈ ગયેલી તળિયાની તૂટેલી મતપેટીએ આંક્રદ સાથે કહ્યુ:
મારી તો લોકશાહી ગઈ…
અને કટાય ગયેલી કપાય ગયેલી મતપેટીઓ માથી અવાજ પડધાવા લાગ્યો..
લોકશાહી ગઈ.. અમારી લોકશાહી ગઈ..
આ શિયાળાની સવારમા આવા સપના આવે છે બોલો….
ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા