રાજપીપળા દોલતબજારમાં આવેલી દુકાનના તાળા તૂટ્યા.
દુકાનની અંદરના ટેબલના ડ્રોવર માં મુકેલા રોકડા રૂ. 16,900/- ની ચોરીની ફરિયાદ.
રાજપીપળા,તા. 29
રાજપીપલા દોલતબજારમાં આવેલી દુકાનના તાળા કોઈ ચોર ઈસમોએ ધોળે દિવસે તોડી રોકડ રૂ.16900/- ની મતા ની ચોરી કરી નાસી જતા અંગે રાજપીપલા પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાઈ છે. જેમાં દુકાનની અંદર ટેબલના ડ્રોવરમાં મૂકેલા રોકડા રૂ. 16900/- ની મત્તાની ચોરી ની ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે ફરિયાદી જીગ્નેશકુમાર હેમંતભાઇ શાહ (રહે,રાજપીપળા, લાલટાવર) એ અજાણ્યા ચોરી સામે ફરિયાદ કરી છે.ફરિયાદની વિગત મુજબ કોઇ અજાણ્યા ચોર ઈસમ દ્વારા ફરિયાદી જીગ્નેશકુમાર દુકાનના શટર ઉપર મારે બંને તાળા તોડી દુકાનમાં પ્રવેશ કરેલ અને દુકાનની અંદર ના ટેબલના ડ્રોવરમાં મુકેલ રોકડા રૂ.16,900/- ની મત્તાની ચોરી કરી નાસી જતા રાજપીપળા પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા