નર્મદાના ચીકદા ગામે આરોપીના ઘરમાં છુપાવેલું ગેરકાયદેસર અને વગર પાસ પરમીટેનો દારૂ પકડાયો.
રાજપીપળા,તા. 29
નર્મદા જિલ્લાના ચીકદા ગામે આરોપીના ઘરમાં છુપાવેલું ગેરકાયદેસર અને વગર પાસ પરમીટે દારૂના દેડીયાપાડા પોલીસે ઝડપી પાડ્યો હતો. આ અંગે દેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી અપોકો વિનેશભાઈ રેન્જાભાઈ દેડીયાપાડા પોલીસ આરોપી હનીફ રજાક મેમણ (રહે, સેલંબા), ગોનજીભાઈ કલ્પેશભાઈ વસાવા (રહે, ચીકદા) સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ આરોપી કલ્પેશભાઈ ગોનજીભાઈ વસાવા (રહે, ચીકદા,પટેલ ફળિયુ) ને પોતાના ઘરમાં ગેરકાયદેસર અને વગર પાસ પરમીટે ભારતીય બનાવટનો વિદેશી દારૂ માઉન્ટેન 6000 સુપર સોંગ બિયર નંગ -60 કિં. રૂ. 6,000/- તથા ગોવા સ્પીરિટ ઓફ સ્મૂથનેસ વ્હિસ્કીના પ્લાસ્ટિકના નંગ. 247 કિં.રૂ.20,995/- મળી કુલ કિં. રૂ. 26995/- નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. રેડ દરમિયાન આરોપી ઘરે હાજર મળી આવેલ નહીં તેમજ આરોપી હનીફ રજાક મેમણે વિદેશી દારૂનો જથ્થો આરોપી કલ્પેશભાઈ ને પૂરો પાડી ગુનો કરતાં તેમની સામે કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા