વિધાનસભાની ચૂંટણીમાં વિજય અપાવવા બદલ જામનગરના બુથ અને કાર્યકર્તાઓને સોના ચાંદીના કમળ એનાયત કરાયા..

જીએનએ જામનગર: વિધાનસભાની ચૂંટણીઓ પુરી થઈ પરિણામો જાહેર થયા અને ભાજપે 156 સીટ પર કમળ ખીલવી ભગવો લહેરાવ્યો. તમામ પ્રચાર પ્રસાર પ્રક્રિયામાં ઠેર ઠેર ખૂણે ખૂણે જઇ સૌથી મહત્વનો ભાગ બજવનાર પાર્ટીના કાર્યકર્તાઓ જેઓએ આ વિજય પતાકા લહેરાવવામાં પોતાનું અમુલ્યું યોગદાન આપ્યું છે

તે કાર્યકર્તાઓ અને બુથ જ્યાંથી સૌથી વધુ મત પ્રાપ્ત થાય અને મતદાન થાય તેવા બુથ અને કાર્યકર્તાઓને સોનાના અને ચાંદીના કમળ આપી પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ જામનગર શહેર ભાજપ દ્વારા કાર્યકર્તા અભિવાદનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્યો રિવાબા જાડેજા, દિવ્યેશ અકબરી, મેઘજીભાઈ ચાવડા, શહેર અધ્યક્ષ ડૉ વિમલભાઈ કગથરા, મહામંત્રી મેરામણભાઈ ભાટુ, મેયર બીનાબેન તેમજ ડેપ્યુટી મેયર તપન પરમાર, મીડિયા કન્વીનર ભાર્ગવ ઠાકર, જીતુભાઇ લાલ, સહિત પૂર્વ ધારાસભ્યો, પૂર્વ મંત્રીઓ, પદાધિકારીઓ સહિત સંગઠનમંત્રીઓ, વોર્ડ પ્રમુખો, કોર્પોરેટરો સહિત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ત્રણેય ધારાસભ્યો દ્વારા તેમને જીતાડવા બદલ કાર્યકર્તાઓ અને જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ મંત્રી રાઘવજી પટેલ અને સાંસદ પૂનમબેન માડમ દ્વારા કાર્યકર્તાની મેહનત અને જોશને બિરદાવતા તેઓને અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે પીએમ મોદીએ મુકેલા વિશ્વાસને દરેક બુથના તમામ કાર્યકર્તાઓએ તેમજ લોકોએ સાબિત કરી બતાવ્યો છે

અને આવનાર લોકસભાની ચૂંટણીમાં પણ વધુ સાબિત કરી બતાવવામાં આવશે. સાંસદ અને ધારાસભ્યો દ્વારા સરસાઈ મેળવનાર બુથના પ્રમુખ કાર્યકર્તાઓને સોનાના કમળ તમેજ અન્ય તમામ બુથના કાર્યકર્તાઓને ચાંદીના કમળ દ્વારા પ્રોત્સાહિત કરી અભિનંદન પાઠવ્યા હતા.