*હવે પૈસા ચોરી થઈ જાય તો વીમા કંપની કરશે નુકસાનની ચૂકવણી, ઈન્શ્યોરન્સમાં તમારા પૈસા રહેશે સુરક્ષિત*

સામાન્ય રીતે લોકોને જીવન વીમો, દુર્ઘટના વીમો અને ટર્મ ઈન્શ્યોરન્સ વિશે જાણે છે, પરંતુ કેશ ઈન્શ્યોરન્સ વિશે ખૂબ જ ઓછા લોકોને ખબર હોય છે. આ ઈન્શ્યોરન્સ હેઠશ તમે તમારો કેશ વીમો બનાવડાવી શકો છો. આ ઈન્શ્યોરન્સ કરાવ્યા બાદ જો તમને પૈસાનુ નુકસાન થાય છે તો, આ નુકસાનની ચૂકવણી વીમા કપંની કરે છે. આ વીમો એવા લોકો માટે ઉપયોગી થાય છે, જે પોતાના ઘર અને ઓફિસમાં વધારે પડતા પૈસા રાખે છે અથવા તેમને એક જગ્યાએથી બીજી જગ્યા પર ટ્રાન્સફર કરે છે. તેવામાં ચોરી અથવા ડકૈતી થવા પર તમારે નુકસાન વેઠવુ પડતુ નથી.