તિલકવાડા તાલુકાના સુરવા ગામના યુવાને ઝેર પી આત્મહત્યા કરતા યુવાનનું સારવાર દરમિયાન મોત.
રાજપીપળા,તા. 29
તિલકવાડાના સુરવા ગામના યુવાને ઝેર પી આત્મહત્યા કરતા યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજતા તિલકવાડા પોલીસે અકસ્માત મોતનો ગુનોની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત મુજબ મરનાર સંદીપભાઈ બાબુભાઈ બારીયા(રહે,સુરવા, મંદિર ફળિયુ )એ ઝેર પી જઈ આત્મહત્યા કરતા તેમનું કરૂણ મોત નીપજયું હતું.જેઓ ની તબિયત બગડતાં પ્રાથમિક સારવાર માટે રાજપીપળા જનરલ હોસ્પિટલ ખાતે દાખલ કરાવી વધુ સારવાર માટે એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે લઈ ગયેલ,જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થતા, આ અંગે તિલકવાડા પોલીસે અકસ્માત મોત ગુનાની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા